જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનર ડો.ઓમ પ્રકાશ અને નાયબ કમિશનર ઝાપડાના માર્ગદર્શન અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશભાઈ ટોલિયાની સૂચના અનુસાર જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા તા.1 થી 15 જૂન સુધી “નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત જૂનાગઢ શહેરમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવેલ હોય તે મુજબ તા.5જૂનના રોજ શહેરના 1 થી 15 વોર્ડમાં આવેલ પ્રતિમાઓ, રહેણાક વિસ્તાર તેમજ શહેરમાં આવેલ અલગ અલગ બાગ – બગીચાની સફાઈ કામગીરી કરવામાં આવીરહી છે
આ અભિયાનમાં સેનેટરી ઇન્સપેકટર અને સુપર વાઈઝર તેમજ 100 જેટલા સફાઈ કામદાર અને 1- ટીપર ગાડી અને 1- ટ્રેકટરની મદદથી સફાઈ કરવામાં આવી અને કચરો આશરે 1.5 ટન અને સી એન્ડ ડી વેસ્ટ 1 ટન જેટલો નિકાલ કરવામાં આવ્યો હતો હજુ શહેરમાં આગામી 15 જુના સુધી દરેક વોર્ડમાં સઘન સફાઈ અભિયાન ચાલવામાં આવશે.



