ભાદરવી અમાસે દામોદર કુંડ ખાતે 4 ટીમ સ્ટેન્ડ બાય રાખી હતી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
જૂનાગઢ શહેરના ભવનાથ ક્ષેત્રમાં આવેલ દામોદર કુંડ પર પિતૃ તર્પણ અને દાન પુણ્ય કરવા માટે લાખો શ્રધ્ધાળુઓ આવતા હોય છે.તેમજ વરસાદના કારણે દામોદર કુંડમાં પુષ્કળ પાણીની આવક થઈ રહી હતી.જેથી પિતૃ તર્પણ અને સ્નાન વિધિ સમયે દામોદર કુંડમાં પાણીના પ્રવાહમાં શ્રધ્ધાળુઓના ડૂબવાના બનાવ ન બને તે માટે મહાનગર પાલિકાની ફાયર શાખા દ્વારા તરવૈયાઓની 4 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.
- Advertisement -
જેમાં મહાનગર પાલિકાની ફાયર શાખા દ્વારા ભાદરવી અમાસ દરમ્યાન દામોદરકુંડ ખાતે ફાયર બ્રિગેડ દ્વારા રાખવામાં આવેલ તરવૈયા દ્વારા તા.01/9/2024ના રોજ સવાર થી સાંજ સુધી કુલ 12 માણસ ને રેસ્ક્યુ કરી જીવિત બહાર કાઢવામાં આવેલ છે.તેમજ તા:02/09/2024 અમાસના દિવસે બપોર 2:00 વાગ્યા સુધી માં 16 વ્યક્તિ અને બપોર પછી 8 વ્યક્તિ રેસ્ક્યુ કરી જીવિત બહાર કાઢવામાં આવેલ છે.આમ કુલ 36 માણસોના રેસ્ક્યું કરેલ છે. તેમજ વધુમાં વધાવી ગામે ચેકડેમમાં અલ્ટો કાર પડેલ હોઈ તેને પણ રેસ્ક્યુ કરી ફસાયેલ મૃતદેહને પણ બહાર કાઢવામાં આવેલ હતો.