ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જુનાગઢ મહાનગરપાલિકા ધ્વારા, બી.યુ.સર્ટીફીકેટ, ફાયર એન.ઓ.સી. તથા સ્ટ્રકચર સ્ટેબીલીટી સર્ટીફિકેટ ન હોવાના કારણે સીલ કરવામાં આવેલ છે તેમજ નોટીસો પાઠવવામાં આવેલ છે તેમજ હાલ નોટીસ આપવાની કાર્યવાહી ચાલુ છે. આ સંજોગોમા મિલ્કત ધારકો ધ્વારા બી.યુ.સર્ટીફીકેટ, ફાયર એન.ઓ.સી. તથા સ્ટ્રકચર સ્ટેબીલીટી સર્ટીફીકેટ બાબતે કરવાની થતી કાર્યવાહી અંગે સમજુત કરવા માટે મહાનગરપાલિકા કચેરી, ત્રીજા માળે મીટીંગ હોલમાં એસ.ટી.પી.ઓ. બીપીન ગામીત તથા ફાયર ઓફિસર દીપક જાનીની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાય હતી.
- Advertisement -
આ મિટિંગમાં જુનાગઢ શહેરની હોસ્પિટલ સ્કૂલ/કોલેજ, ટ્યુશન ક્લાસ ,કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોટલ /રેસ્ટોરન્ટ ,શોપિંગ મોલ પાર્ટી પ્લોટ ધારકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓને બાંધકામ વપરાસ સર્ટીફીકેટ તથા સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ અને ફાયર એનઓસી મેળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમજ બાંધકામ વપરાશ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી ન લીધી હોય તે બાબત અને ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમીત કરવા બાબત, અધિનિયમ, 2022 અંતર્ગત અનઅધિકૃત બાંધકામ નિયમીત કરવા બાબત સહિતના મુદ્દાઓની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.