17.58 લાખની વસુલાત સાથે 84 મિલકત ટાંચમાં લીધી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ મહાનગર પાલિકા કમિશનર ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ મનપા વેરા વસુલાત શાખા દ્વારા છેલ્લા ઘણા સમયથી જે અસામીઓનો મિલકત વેરો બાકી હોઈ અને લાંબા સમય સુધી ન ભરતા મનપા દ્વારા મિલકત સીલ કરવાની કામગીરી સાથે મિલકતને ટાંચમાં લેવામાં આવી રહી છે.ત્યારે અત્યાર સુધીમાં 500થી વધુ મિલકત શીલ કરીને ટાંચમાં લીધી છે.
- Advertisement -
મનપાને ઘણા લાંબા સમયથી મિલકત વેરો નહિ ભરનાર વધુ 10 અસામીઓની મિલકત સીલ કરી હતી અને 84 મિલકતને ટાંચમાં લીધી હતી અને રૂ. 17.58 લાખની બાકી રેહતી લેહણી રકમની વસુલાત કરી હતી અને મનપા વેરા વસુલાત શાખાએ લોકોને અનુરોધ કર્યો છે કે જે લોકોની લાંબા સમયથી મિલકત વેરો બાકી હોઈ તેને સમયસર ભરી આપવા અપીલ કરી હતી.



