જૂના બાયપાસ રોડ પરથી બિલ્ડિંગ લાઇમ સ્ટોન ભરેલા 10 ટ્રક સીઝ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ ખાણ – ખનીજ વિભાગ ઊંઘતું રહ્યું અને પ્રાંત અધિકારીએ જુના બાયપાસ પાસે આકસ્મિક તપાસ કરતા બે સ્થળો પરથી ગેરકાયદે બિલ્ડીંગ લાઇમ સ્ટોન ભરેલા 10 ટ્રક સહીત 80 લાખનો મુદામાલ સીઝ કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
- Advertisement -
જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે જુના બાયપાસ રોડ પર આકસ્મિક તપાસમાં નીકળતા બે અલગ અલગ સ્થળેથી બિલ્ડીંગ લાઇમ સ્ટોન ભરેલા 10 ટ્રક અને લાઇમ સ્ટોનનો જથ્થો સહીત કુલ રૂ.80 લાખનો મુદામાલ સીઝ કરીને ખાણ – ખનીજ વિભાગ ને જાણ કરી હતી. સફાળું જાગેલ ખાણ – ખનીજ વિભાગ અધિકરીઓએ ગેરકાયદે લાઇમ સ્ટોનનો જથ્થો કબ્જે કરીને ટ્રક માલિકો અને સંચાલકોને નોટિસ ફટાકરી અને દંડ ફટકાર્યો હતો.કારણ દર્શક નોટિસ આપીને દંડની વસુલાત કરવામાં આવશે જો આગામી 45 દિવસમાં દંડની રકમ ભરવામાં નહીં આવેતો પોલીસ ફરિયાદ અથવા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે.જયારે જૂનાગઢ જિલ્લાની વાત કરીયે તો કાયદેસરની 290 જેટલી ખાણ ધમધમે છે.જોકે ખાણ – ખનીજ વિભાગે બચાવમાં કહ્યું કે, તંત્ર દ્વારા એક વર્ષમાં 104 કેસ કરીને 1.18 કરોડ દંડની વસુલાત કરવામાં આવી છે.