સમગ્ર રૂટ બંદોબસ્ત દરમ્યાન સતત ફુટ પેટ્રોલીંગ કરી શાંતીપુર્ણ વાતાવરણમાં ચેટીચાંદની ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
- Advertisement -
જૂનાગઢ સીંધી સમાજ દ્વારા સિંધી નૂતન વર્ષ નિમિતે શહેરમાં ભવ્ય શોભાયાત્રા ગઈકાલ યોજાઈ હતી અને શહેરના રાજમાર્ગો પર ઝુલેલાલજીની ઝાંખી કરાવતા અનેક ફ્લોટ સાથે શોભાયાત્રા મોડી સાંજ સુધી ચાલી હતી તે દરમ્યાન પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા ડીવાયએસપી હિતેશ ધાંધલિયા તેમજ અન્ય અધિકારી તથા કર્મચારીઓ દ્વારા તેમજ કોઇ અનિચ્છિનય બનાવ ન બને હેતુથી ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવેલ
તેમજ સમગ્ર રૂટ બંદોબસ્ત દરમ્યાન સતત ફુટ પેટ્રોલીંગ ફરી શાંતીપુર્ણ વાતાવરણમાં ચેટીચાંદ તહેવારનો બંદોબસ્ત પુર્ણ કરવામાં આવેલ. તેમજ તમામ સીંધી સમાજના ભાઇઓને ચેટીચાંદની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ. જે બાબતે તમામ સીંધી સમાજ દ્વારા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાનો આભાર માની તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને હર્ષો ઉલ્લાસ સાથે શોભાયાત્રા સંપન્ન થઇ હતી.