ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં છેલ્લા ત્રણ દિવસથી ગિરનાર ઉપર પવનની ગતી 50 થી 60 કિમીની ઝડપે પવન ફુંકાતા ગિરનાર રોપ-વે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જયારે ત્રણ દિવસથી રોપ-વે બંધ રહેતા પર્યટકો પણ ગિરનારની સફરથી વંચીત રહ્યા હતા. આજે જયારે પવનની ગતિ ધીમી પડતા વ્હેલી સવારથી ગિરનાર રોપ-વે ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો. રોપ-વે ફરી શરૂ થતા ભાવિકોનો વ્હેલી સવારથી રોપ-વેની સફર માણીને ગિરનાર પર્વત પરના ધાર્મિક સ્થાનોમાં દર્શન કરવા ઉમટી પડયા હતા. જેની સાથે ઠંડી પણ આંશિક ઘટાડો જોવા મળતા લોકોને પણ ઠંડીમાં રાહત અનુભવી હતી.
જૂનાગઢ ગિરનાર રોપ-વે આજથી ફરી શરૂ
