ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
પોરબંદરના રહીશ રાજેશભાઇ પરબતભાઇ ગોહેલની સામે તેની પત્નિએ નામદાર જૂનાગઢ ફેમેલી કોર્ટમાં ભરણપોષણ માંગતી અરજી દાખલ કરેલ, જેમાં રાજેશભાઇ ગોહેલના એડવોકેટ તરીકે યોગેન્દ્રસિંહ એમ.ઠાકોર રોકાયા હતા. આ કેસમાં રાજેશભાઇ ગોહેલના પત્નિ પોતાની ઇચ્છાથી પોતાના પતિનું ઘર છોડી માવતરે રહેવા ગયેલ હોવાનું અને અરજદાર પત્નિ સ્વછંદી સ્વૈરવીહારી જીવન જીવતા હોવાની હકીકત નામદાર કોર્ટના રેકર્ડ ઉપર રાજેશભાઇ ગોહેલના એડવોકેટ યોગેન્દ્રસિંહ એમ.ઠાકોર દ્વારા કરવામાં આવેલ દલીલો અને રજુ કરવામાં આવેલ ચુકાદાથી સાબીત થતા જૂનાગઢ પ્રિન્સીપાલ જજ પી.વી.વાસ્વત દ્વારા આ પ્રકારનું જીવતી અરજદારને લાલબતી સમાન ચુકાદો આપી અરજદાર પત્નિહની ભરણ પોષણની અરજી રદ કરેલ છે. સામાન્ય રીતે અરજદાર પત્નિી ભરણપોષણની અરજી રદથવી તે પ્રકારના હુકમ ઓછા થતા હોય, જૂનાગઢ પ્રિન્સીપાલ જ્જ પી.વી.વાસ્તવના આ ચુકાદાથી લોકોમાં ચકચાર જમાવેલ છે.