ભવનાથમાં મૂર્તિ વિસર્જન માટે અસ્થાયી વિસર્જન કુંડમાં સંતો હસ્તે પવિત્ર જળ પધરાવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢ દુંદાળાદેવ શ્રીગણેશજી મહોત્સ્વ આવતીકાલથી શરુ થઇ રહ્યો છે અને ગણેશ મહોત્સ્વને લઈને આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે ત્યારે પર્યાવરણના જતન માટે ખાસ ખબર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે આપના ઘરે અથવા આપના વિસ્તાર સહીત જગ્યાએ માટીના ગણેશની મૂર્તિને પ્રસ્થાપિત કરવામાં આવેતો આપની એક સેલ્ફી નામ, સ્થળ સાથે જૂનાગઢ મો.9879494393 પર મોકલી આપો આપની સેલ્ફી ફોટા સાથે ખાસ ખબરમાં આવશે.
- Advertisement -
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગણેશ મહોત્સવ નિમિતે ગણેશ ઉત્સવની પૂર્ણાહુતિ થાય ત્યાં સુધી ગણેશ મૂર્તિના વિસર્જન માટે અસ્થાયી વિસર્જન કુંડ બાનાવેલ છે. જેમાં ભવનાથ મંદિરના મૃગીકુંડ, દામોદરકુંડ તથા નારાયણ ધરાના પાણીનો સંગભ કરી અસ્થાયી વિસર્જન કુંડમાં સાધુ સંતો, આગેવાનશ્રીઓની ઉપસ્થિતિમાં તા.7-9-24ના રોજ સવારે 11 કલાકે સ્થળ દુધેશ્ર્વર મંદિર પાસે વોટર વર્કસનો સંપ, સંતશ્રી ઇન્દ્રભારતીજીના પ્રવેશ દ્વારા પાસે અસ્થાયી વિસર્જન કુંડમાં પવિત્ર જળ સર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સૌ પત્રકાર મિત્રોએ ઉપસ્થિત રહેવા મહાપાલિકા દ્વારા જણાવાયું છે.