ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.01
જૂનાગઢ NCHFનેશનલ કો-ઓપરેટીવ હાઉસિંગ ફેડરેશન ન્યૂ દિલ્હીના વાઇસ ચેરમેન તરીકે ડો. ડી.પી.ચિખલીયા બિન હરીફ ચૂંટાતા હતા જયારે દિલ્હીમાં NCHF હેડ ક્વાર્ટરમાં યોજાયેલી ચુંટણીમાં દેશ ભરમાથી આવેલા નેશનલ કોઓપરેટીવ હાઉસિંગ ફેડરેશનના ડાયરેક્ટરશ્રીઓએ ડો.દેવરાજ ચીખલીયાને બિન હરીફ ચુંટી કાઢ્યા હતા. NCHFમાં ઘણા ડિરેક્ટર્સ જુદા જુદા રાજ્યમા ધારાસભ્યો અને સરકારમાં મંત્રીઓની જવાબદારી પણ નિભાવે છે ,આ બધા ડિરેક્ટર્સશ્રીએ ડો. દેવરાજ ચીખલીયાને બિનહરીફ ચુંટી કાઢ્યા હતા જયારે આ તકે ડો.દેવરાજ ચીખલીયાએ યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ અને કો.ઓપરેટીવના ચાણક્ય ડોલરભાઈ કોટેચા અને ગુજરાત રાજ્યના ભાજપ સહકાર સેલના અધ્યક્ષ બીપીનભાઇ પટેલનો આભાર માન્યો હતો.