સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 50 હજાર લોકોએ મુલાકાત લીધી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ દિવાળી પર્વેના મીની વેકેશનમાં લાખો પ્રવાસીઓએ ગીરનાર, ઉપરકોટ કિલ્લો,સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય અને સાસણ સહીતના પર્યટન સ્થળની પરિવાર સાથે મુલાકત લીધી હતી જેમાં જૂનાગઢ જિલ્લામાં કરોડો રૂપિયાનું ટર્નઓવર થયું.
જૂનાગઢ શહેર પર્યટન સ્થળ તરીકે જગ પ્રસિદ્ધ છે જેમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં તા.11 થી 16 નવેમ્બર દરમિયાન 47493 પ્રવસીઓએ ઝૂની મુલાકાત લીધી હતી તેની સાથે સાસણ ગીર સેન્ચુરી અને દેવળીયા સફારી પાર્કમાં અંદાજે 25 હજાર થી વધુ પર્યટકો સિંહ દર્શન કર્યા હતા તેની સાથે એશિયાનો સૌથી લાંબો અને ઊંચો ગિરનાર રોપ-વે પણ દિવાળી વેકેશનમાં હજારો પ્રવાસીઓ ઉમટી પડયા હતા તેમજ સોમનાથ મહાદેવ દર્શન સાથે દીવ ની મુલાકાતે લાખો પ્રવાસીઓએ મજા માણી હતી સોરઠના તમામ સ્થળો પર હોટલ રેસ્ટોરન્ટ સહીત પર ભારે ભીડ સાથે ટ્રાફિક લાઈનો જોવા મળી હતી આમ સ્થાનિક ધંધા રોજગારમાં દુકાનદારોએ લાખો રૂપિયાની કમાણી કરી હતી.