ખાસ-ખબર સંવાદદાતા
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી. આજે તેનું પરિણામ જાહેર થયું છે. જૂનાગઢ જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું 80.26 ટકા પરિણામ આવ્યું છે.તેમજ જિલ્લામાં એ-વન ગ્રેડમાં 11 અને એ – ટુ ગ્રેડમાં 139 છાત્રો આવ્યાં છે. 80.26 ટકા સાથે જૂનાગઢ જિલ્લા રાજયમાં છઠ્ઠા ક્રમે છે. આ ઉપરાંત એ-વન ગ્રેડની સંખ્યામાં પણ જૂનાગઢ જિલ્લો રાજયમાં છઠ્ઠા ક્રમે છે.તેમજ વર્ષ 2019 પછી સૌથી ઊંચુ પરિણામ આવ્યું છે. જૂનાગઢ જિલ્લાનો વિજ્ઞાન પ્રવાહનાં પરિણામમાં દબદબો રહ્યો છે. સામાન્ય રીતે જૂનાગઢ અને ગીર સોમનાથમાંથી છાત્રો રાજકોટ કે અન્ય શહેરમાં અભ્યાસ માટે જતા હતાં. પરંતું છેલ્લા 10 વર્ષથી જૂનાગઢ એજ્યુકેશનનું હબ બની રહ્યું છે. જૂનાગઢ શહેરમાં સારી શાળાઓ અને ટ્યુશન કલાસીસ બની રહ્યાં છે. જૂનાગઢ જિલ્લાનાં શિક્ષણનાં સ્તરમાં સુધારો થયો છે. આજે જૂનાગઢ બોર્ડનાં પરિણામમાં અમદાવાદ,વડોદરા,સુરત જેવા મેગા સીટીની આગળ નિકળી રહ્યું છે. જૂનાગઢ જિલ્લાનો બોર્ડનાં પરિણામમાં સતત સુધારો થતો જોવા મળ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વર્ષ 2022માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી. આજે બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જૂનાગઢ જિલ્લામાં કુલ 3 પરીક્ષા કેન્દ્ર ઉપર 2568 છાત્રો નોંધાયા હતાં. તે પૈકી 2563 છાત્રોએ પરીક્ષા આપી હતી. તે પૈકી 2057 છાત્રો પાસ થયા છે. જયારે 511 છાત્રોને સુધારાની જરૂર છે. જૂનાગઢ જિલ્લાનું 80.26 ટકા પરિણામ આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં એ-વન ગ્રેડમાં 11 અને એ-ટુ ગ્રેડમાં 139 છાત્રો આવ્યાં છે. તેમજ જૂનાગઢ જિલ્લાનાં 3 કેન્દ્રની વાત કરીએ જૂનાગઢ શહેર (સરદારબાગ) કેન્દ્રનું 86.50 ટકા, જૂનાગઢ શહેર (મોતીબાગ) કેન્દ્રનું 76.93 ટકા અને કેશોદ કેન્દ્રનું 67.12 ટકા પરિણામ આવ્યું છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાનું છેલ્લા 3 વર્ષનું સૌથી ઊંચુ પરિણામ આવ્યું છે. જૂનાગઢ જિલ્લાનાં વર્ષે 2019માં 74.50 ટકા પરિણામ આવ્યું હતું. બાદ ચાલુ વર્ષે 80.26 ટકા પરિણામ આવ્યું છે. ટકાવારીની દ્રષ્ટીએ જૂનાગઢ જિલ્લા રાજ્યમાં છઠ્ઠા ક્રમે આવ્યો છે. રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી અને સુરેન્દ્રનગર બાદ સૌથી વધુ ટકા જૂનાગઢ જિલ્લાનાં છે. જૂનાગઢ જિલ્લાનાં સારુ પરિણામ આવતા છાત્રો અને વાલીઓ ખુશ થઇ ગયા છે. જૂનાગઢનાં ડીઇઓ આર.એસ. ઉપાધ્યાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાનું વર્ષ 2019 અને 2020ની સરખામણીએ ઊંચુ પરિણામ આવ્યું છે. જિલ્લામાં એ-વન ગ્રેડમાં 11 છાત્રો આવ્યાં છે.
જૂનાગઢ જિલ્લામાં 11 છાત્રને એ -વન ગ્રેડ : 139 છાત્રને અ-2 ગ્રેડ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનાં પરિણામમાં જૂનાગઢ જિલ્લો રાજ્યમાં છઠ્ઠા ક્રમે
જૂનાગઢ જિલ્લામાં 2057 છાત્ર પાસ થયાં : 511ને સુધારાની જરૂર
- Advertisement -
છેલ્લાં 4 વર્ષનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ
2019 – 74.50%
2020 – 72.19%
2021 – માસ પ્રમોશન
2022 – 80.26%
કયા ગ્રેડમાં કેટલાં છાત્રો આવ્યા ?
અ-1 11
અ-2 139
ઇ-1 292
ઇ-2 466
ઈ-1 549
ઈ-2 506
ઉ 93
ઊ-1 01
ઊ-2 511
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લાનું 70.49% પરિણામ આવ્યું
દક્ષિણ સૌરાષ્ટ્રનાં જિલ્લામાં ગીર સોમનાથ જિલ્લાનું 70.49 ટકા પરિણામ આવ્યું છે અને જિલ્લામાં એ-વન ગ્રેડમાં 1 વિદ્યાર્થી છે. અમરેલી જિલ્લાનું 77.94 ટકા પરિણામ આવ્યું છે અને એ-વન ગ્રેડમાં 3 વિદ્યાર્થીઓ છે. જયારે પોરબંદર જિલ્લાનું 68.56 ટકા પરિણામ આવ્યું છે અને એ-વનમાં એક પણ વિદ્યાર્થી નથી.