જિલ્લામાં એક હજાર વૃદ્ધ વડીલોને રાખડી બાંધી તહેવારની ઉજવણી કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ જિલ્લામાં રક્ષાબંધન પર્વની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં જેલમાં બંદીવાન કેદીભાઈઓ સહીત અલગ અલગ સ્થળ પર રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી
- Advertisement -
ત્યારે જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં રહેલ સી.ટિમની બેહનો દ્વારા સિનિયર સીટીઝન વડીલોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વ ઉજવ્યું હતું. રક્ષાબંધનના તહેવાર અનુસંધાને જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનની સી.ટિમના મહીલા અધિકારી તેમજ કર્મચારી દ્વારા અંદાજે એક હજાર જેટલા સીનીયર સીટીઝનોને રાખડી બાંધી મીઠાઇ ખવડાવી તહેવારની શુભેચ્છા પાઠવેલ હતી જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં આવતા વૃદ્ધાશ્રમ સહીત વૃદ્ધ વડીલો ને ત્યાં ઘરે જઈને રાખડી બાંધવામાં આવી હતી અને મીઠાઈ દ્વારા મોઢા મીઠા કરાવી રક્ષાબંધન તેહવાર નિમિતે વડીલોના આશીર્વાદ લીધા હતા અને રક્ષાબંધન પર્વની શુભકામના પાઠવીને ઉજવણી કરી હતી.