શિલ્પાબેનનાં તો અઢારેય વાંકા છે…
જૂનાગઢ બસસ્ટેશન પાસે આવેલી નહેરૂપાર્ક કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીમાં ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિઓનો જાણે રાફળો ફાટ્યો છે. એક તરફ આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયાની મહેરબાનીથી ગેરકાયદે ચાલતી ડો. જયચંદ્ર રતનપરાની શ્રીજી બેબીકેર હોસ્પિટલને બાલસખા યોજનાના એમ.ઓ.યુ. કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયાના પતિ ડો. સંજીવ જાવિયા પણ ગેરકાયદે વ્રજ હોસ્પિટલ ચલાવી રહ્યા છે. રહેણાંક વિસ્તારમાં વ્યવસાયિક પ્રવૃતિ કરવા પર પ્રતિબંધ હોય જૂનાગઢના એક જાગૃત નાગરિકે નહેરુ પાર્ક કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ગેરકાયદે ચાલતી ડો. જયચંદ્ર રતનપરાની શ્રીજી બેબીકેર હોસ્પિટલ બાદ ડો. સંજય જાવિયાની વ્રજ આંખની આંખની હોસ્પિટલ અંગે ઉચ્ચ વિભાગ-અધિકારીને અરજી કરી વ્રજ આંખની હોસ્પિટલના માલિક ડો. સંજીવ જાવિયા સામે ફોજદારી ગુનો દાખલ કરવા વિનંતી કરી છે. જૂનાગઢના એક જાગૃત નાગરિકે ચીફ સેક્રેટરી અર્બન ડેવલોપમેન્ટ વિભાગ ગાંધીનગરને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, જૂનાગઢ શહેરના બસસ્ટેશન વિસ્તારમાં આવેલી નહેરૂપાર્ક કો.ઓ.હા.સો. લી.માં રહેણાંક હેતુ માટેની બાંધકામ મંજૂરી ધરાવતી મિલકતો/જગ્યાઓમાં કોમર્શિયલ હેતુથી ચાલી રહેલ વ્યાપાર/ધંધાઓને સુપ્રિમ કોર્ટના ચૂકાદાની અવમાનના કરવા બદલ નોટિસ આપેલી છે.
- Advertisement -
શિલ્પા જાવિયા અને સંજીવ જાવિયાને ખોટું કરવામાં દાક્તરી હાંસલ છે!
હાલ જૂનાગઢના આરોગ્ય અધિકારી તરીકે ફરજ બનાવી રહેલા શિલ્પા જાવિયા ખોટું કરીને વર્ગ 2 કર્મચારી હોવા છતાં વર્ગ 1 અધિકારી થઈને બની બેઠા છે, તેમણે ભૂતકાળમાં કરેલા ભ્રષ્ટાચાર જગજાહેર છે. વારંવાર સજા રૂપે બદલીઓ થયેલી હોવા છતાં ખોટું કરીને તેઓ પોતે સર્વગુણ સંપન્ન સતીસાવિત્રી હોવાનું ચિત્ર ઊભું કરી રહ્યા છે તો તેમના જ પતિદેવ સંજીવ જાવિયા પણ ખુદને ઈશ્વરના અવતાર ગણાવી અંધને દૃષ્ટિ આપનારા દેવતા હોય તેવો દેખાવ કરી રહ્યા છે. જ્યારે સંજીવ જાવિયાની વ્રજ આંખની હોસ્પિટલ ગેરકાયદે છે, રહેણાંક વિસ્તારમાં વગર મંજૂરીએ ચાલે છે. બંટી-બબલી જેવી શિલ્પા જાવિયા અને સંજીવ જાવિયાની જોડી સામે જાગૃત નાગરિક અવાજ ઉઠાવે છે તો તેમને ડો દંપતિ દ્વારા અડધી રાતે ફોન પર ધમકીઓ સાથે ગાળો મળે છે. શિલ્પા જાવિયા અને સંજીવ જાવિયાના કાળા કારનામાઓ જોતા લાગે છે કે આ બંને દંપતિને ખોટું કરવામાં દાક્તરી હાંસલ છે.
રહેણાંક મકાનમાં કાયદા વિરૂદ્ધ ધમધમતી ડૉ. સંજીવ જાવિયાની વ્રજ હોસ્પિટલ વિરૂદ્ધ કોણ પગલાં લેશે?
શિલ્પા જાવિયાની મહેરબાનીથી ગેરકાયદે ધમધમતી શ્રીજી બેબીકેર હોસ્પિટલમાં બાલસખા યોજના શરૂ કરાઈ
- Advertisement -
અહીં વ્રજ આંખની હોસ્પિટલ તરીકે ઓળખાતી મિલકતમાં ડો. સંજીવ જાવિયાએ રહેણાંક મકાનનું બાંધકામ કરવા માટે મંજૂરી લીધેલી હતી, પરંતુ હાલમાં ત્યાં વ્રજ આંખની હોસ્પિટલ નામની હોસ્પિટલ બનાવી દીધી છે. એક કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી કે જેમાં માત્ર અને માત્ર રહેણાંકના હેતુથી જ કોઈ પણ બાંધકામ થાય અને તેનો ઉપયોગ પણ માત્ર અને માત્ર રહેણાંક હેતુથી જ થઈ શકે તેમ છતાં તે જગ્યામાં અનેક લોકો સંજીવ જાવિયાની જેમ જ કોમર્શિયલ પ્રવૃત્તિઓ કરી રહેલા છે.
ખરી હકીકત જોવામાં આવે તો જવાબદાર સંજીવ જાવિયા દ્વારા હાલમાં જે વ્રજ હોસ્પિટલ છે તે જગ્યા ઉપર માત્રને માત્ર રહેણાંક હેતુ માટે જ મહાનગરપાલિકામાંથી મંજૂર મેળવેલ હતી પરંતુ રહેણાંકની મંજૂરી લઈ અને જૂનાગઢ મહાનગરપાલિકા સાથે છેતરપિંડી કરી અને આ રહેણાંક હેતુની જગ્યા ઉપર ગેરકાયદે રીતે ઈમારત ઊભી કરી અને ત્યાં કોમર્શિયલ પ્રવૃત્તિ શરૂ કરી દીધેલી છે, આમ રહેણાંક મકાનના નામે મંજૂરી લઈ અને ત્યાં કોમર્શિયલ એક્ટિવિટી શરૂ કરવા બદલ તેમને જૂનાગઢ મહાનગરપાલિકા તથા જવાબદાર જૂનાગઢના નગરજનો સાથે કાયદેસર રીતના છેતરપિંડી કરેલ હોય તેવા સંજોગોમાં મહાનગરપાલિકાએ આવા ગેરકાયદે દવાખાના ચલાવનાર સંજીવ જાવિયા સામે ભારતીય દંડ સંહિતાની કલમ 420 હેઠળ ગુનો દાખલ કરે તેવી નમ્ર વિનંતી છે.
આ ગેરકાયદે દવાખાનુ ચલાવતા ડો. સંજીવ જાવિયાના પત્ની શિલ્પા એસ. જાવિયા દ્વારા આ જ સોસાયટીમાં શ્રીજી બેબીકેર નામની ગેરકાયદે ચાલતી હોસ્પિટલને તાજેતરમાં બાલસખા યોજના હેઠળ એમ.ઓ.યુ. કરવા બાબતે ગંભીર આક્ષેપો કરવામાં આવેલા હતા અને બીજા દિવસે તેમના પતિની પણ આ ગેરકાયદે ચાલતી હોસ્પિટલનું પ્રકરણ સામે આવ્યું હોય શિલ્પા જાવિયા અને સંજીવ જાવિયા જેવા ભ્રષ્ટ કૌભાંડી દંપતિને કોનો રાજકીય ટેકો છે તે તપાસ કરવાની વિનંતી પણ એક અરજીમાં જૂનાગઢના જાગૃત નાગરિકે સંબંધિત ઊચ્ચ વિભાગ-અધિકારીને કરી છે.
મનપા કમિશનર રાજેશ તન્ના અને શહેરી વિકાસ વિભાગ અધિકારીઓના આંખ આડા કાન
જૂનાગઢ શહેરમાં બસસ્ટેશન પાસે આવેલી નહેરૂપાર્ક કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી અને જૂનાગઢ શહેરમાં આવેલ અન્ય ઘણી કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીમાં ચાલતા અનેક ગેરકાયદે બાંધકામો અને ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિઓ વિરૂદ્ધ અઢળક અરજીઓ/ફરિયાદો કરવામાં આવી હોવા છતાં જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર રાજેશ તન્ના અને શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ તરફથી આંખ આડા કાન કરવામાં આવે છે.
શિલ્પા જાવિયાની મહેરબાનીથી ડૉ. રતનપરાની જેમ ડૉ. સંજીવ જાવિયાની હોસ્પિટલ પણ ગેરકાયદે ધમધમે છે
જૂનાગઢ શહેરમાં બસસ્ટેશન પાસે આવેલી નહેરૂપાર્ક કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃતિઓ પર પ્રતિબંધ છે. આ મામલે નામદાર સુપ્રિમ કોર્ટના ચૂકાદાને ટાંકીને અનેક વખત સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે કો-ઓપરેટિવ હાઉસીંગ સોસાયટીમાં કોઈ પણ સંજોગોમાં કોમર્શિયલ બાંધકામ, સોસાયટીની પરમિશન વગર પરવાનગીને પાત્ર નથી. આમ છતાં જૂનાગઢ શહેરના બસસ્ટેશન વિસ્તાર પાસે આવેલી નહેરૂપાર્ક કો.ઓ.હા.સો.લી.માં આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયાની મહેરબાનીથી ડો. જયચંદ્ર રતનપરાની શ્રીજી બેબીકેર હોસ્પિટલ અને શિલ્પા જાવિયાના પતિ ડૉ. સંજીવ જાવિયાની ‘વ્રજ’ આંખની હોસ્પિટલ ગેરકાયદે ધમધમી રહી છે.