ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓ માટે જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.ખાનગી ક્ષેત્રના એકમ ઇન્સ્ટાકાર્ટ (ફ્લિપકાર્ટ) પ્રા.લિ. કંપની તથા મહાવીર એન્ટરપ્રાઇઝ એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ ટીમ લીડર, ડીલેવરી બોય, મશીન ઓપરેટર, કમ્પ્યુટર ઓપરેટર, માર્કેટિંગ/સેલ્સ એક્ઝુકેટીવ તથા એકાઉન્ટ ની જગ્યાઓ માટે 20 થી 35 વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ એચ.એસ.સી, સ્નાતક, ડિપ્લોમા કે આઇ.ટી.આઇ.ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે તા.22 ઓગસ્ટ, 2024ને ગુરુવારના રોજ સવારે 10.30 કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી-વીંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
ભરતીમેળામાં ભાગ લેનાર ઉમેદવારોએ, શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત રહેવું. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે.આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરીના ટેલિફોન નંબર (0285) 2620139 પર સંપર્ક કરવો, તેમ જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 22 ઓગસ્ટના ભરતી મેળો યોજાશે



