જૂનાગઢ જિલ્લામાં કોઇપણ આકસ્મિક સંજોગો દરમિયાન રક્તનો જથ્થો પૂરતી માત્રામાં જળવાઇ રહે અને જરુરિયાતમંદો માટે તેની અછત ન સર્જાઇ તેમજ તેમને લોહી મળી રહે તે માટે કલેકટર કચેરી તેમજ જિલ્લા પંચાયત કચેરીના સંયુકત ઉપક્રમે રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 54 યુનિટ રકત એકત્ર કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહ સાથે રકતદાન કરી કર્મયોગ સાથે સમાજ અને રાષ્ટ્ર સેવાનો નવો રાહ ચીંધ્યો હતો.બ્લડ ડોનેટ કરનાર કર્મયોગીઓને સર્ટિફિકેટ આપી જૂનાગઢ કલેકટર દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બલ્ડ ડોનેશન કેમ્પ યોજાતા, 56 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ, આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ જોખમી સગર્ભા, થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આ રક્તનો ઉપયોગ કરવાનો હતો.
જૂનાગઢ જિ. પં. આરોગ્ય શાખા દ્વારા રક્તદાન શિબિરમાં 110 બોટલ બ્લડ એકત્ર કરાયું

Follow US
Find US on Social Medias