જિલ્લા ટોપટેન તથા સરકાર દ્વારા ઇનામ જાહેર કરેલ આરોપી ઝડપાયો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા સુચના કરતા ક્રાઇમ બ્રાંચ પીઆઇ જે.જે.પટેલ, પીએસઆઇ જે.જે.ગઢવી, ડી.કે.ઝાલા તથા સ્ટાફના માણસોને મળેલી હકીકતના આધારે તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો આરોપી તથા સી-ડીવીઝન પોલીસ સ્ટેશનના હથિયારના ગુનામાં ફરાર બંન્ને આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી.
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના ખુનના ગુનામાં છેલ્લા 8 વર્ષથી નાસતા ફરતા આરોપી કે જે જિલ્લા ટોપટેન તથા રાજય સરકાર દ્વારા રૂા.10 હજારનું ઇનામ જાહેર કરેલ તે આરોપી બબલુ રામલખન જેરોલીયાને પંજાબના લુધીયાણા ખાતેથી ઝડપી પાડેલ જયારે સી-ડીવીઝન હથિયારના ગુનામાં નાસતો ફરતો આરોપી ટીકુ ઉર્ફે અજય રામલખન જરોલીયાને ઉત્તર પ્રદેશના ઇટવા જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ બંન્ને નાસતા ફરતા આરોપીઓને ઝડપીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.