એક વિદ્યાર્થી સ્કૂલ વાહનનું રેડીયેટર તૂટતાં દાજયો હતો જેના મનદુ:ખમાં આગ લગાડી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરના ઝાંઝરડા ગામ નજીક આવેલ સોરઠ પબ્લીક સ્કુલમા થોડા દિવસો અગાઉ સ્કૂલમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી સ્કૂલમાં ચાલતા વાહનનું રેડિયટર તૂટતાં દાઝી ગયેલ હતો જે બાબતનું મનદુ:ખ રાખીને વિદ્યાર્થીના પરિવારે સ્કૂલ વાહન સળગાવી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
- Advertisement -
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ કેશુભાઇનો દિકરો સોરઠ પબ્લીક સ્કુલમા અભ્યાસ કરતો હોઈ અને પ્રાઇવેટ વાહનમા રેડીયટર તુટતા ગરમ પાણી ઉડતા દાજી ગયો હતો તે બાબતનું મનદુ:ખ રાખીને વિદ્યાર્થીના પરિવારના રમેશભાઇ દેવશીભાઇ ખુટી રહે.મધુરમ જૂનાગઢ અને સુભાષભાઇ દુદાભાઇ ઓડેદરા રહે.કુતીયાણા વાળાએ રાત્રીના સમયે સ્કૂલમાં પ્રવેશ કરીને જીજે 11 ટીટી 9487 નંબરની સ્કૂલ વેનમાં આગ લગાવી રૂ.3,00,000 લાખનું નુકશાન કરતા બે શખ્સો વિરુદ્ધ રામભાઇ કારાભાઇ ઓડેદરાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.