જુનાગઢ ડી.આઇ.જી.પી.શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ સેટ્ટી સાહેબ નાઓએ જીલ્લામાં ચાલતી દારૂ – જુગારની ગે.કા. પ્રવૃતિ શોધી કાઢી આવી પ્રવૃતિઓ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના આધારે માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.ડી.પુરોહીત સાહેબ તથા માંગરોળ સર્કલ પો.ઇન્સ . એન.આઇ. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ચોરવાડ પો.સ્ટે.ના પો.સબ ઇન્સ . કે.બી. લાલકા તથા પો.કોન્સ . ભાવસિંહ કેશરભાઇ મોરીને અગાઉ સંયુક્ત બાતમી હકિકત મળેલ કે કુકસવાડા ગામ સીમ વિસ્તારમાં રહેતા હમીરભાઇ સરમણભાઇ પટાટ પોતાના કજા ભોગવટાની વાડીના મકાનમાં આર્થિક ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી તીન પતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે . જે બાતમી આધારે રેઇડ કરી રૂ .૫૪૩૦૦ / – ના મુદ્દામાલ સાથે કુલ -૮ આરોપીઓ વિરૂધ્ધ ચોરવાડ પો.સ્ટે .જુગાર ધારા ક .૪ , ૫ મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે . . હમીરભાઇ સરમણભાઇ પટાટ . દેવસીભાઇ જાદવભાઇ કામરીયા, રામસીભાઇ મેરામણભાઇ, વિરમભાઇ મશરીભાઇ પરમાર, ભીમસીભાઇ નાથાભાઇ કામરીયા , લખાભાઇ બોદભાઇ રબારી, રાજા ભાઇ અરજણભાઇ કામરીયા, રામભાઇ પરબતભાઇ કામરીયા ને ઝડપી પાડયા હતા.
કુકસવાડા ગામની સીમ વિસ્તારમાં બંધ બારણે જુગાર રમતા શકુનીઓને રૂ .૫૪૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ચોરવાડ પોલીસ
You Might Also Like
Follow US
Find US on Social Medias