જૂનાગઢ જિલ્લા જેલમાં લૂંટ,મારામારીના કેસમાં અંદર રહેલા એક કેદીનું આજે શંકાસ્પદ રીતે સારવારમાં મોત નીપજતાં તેના પરિવારે ઝેરી દવાથી મોત થયાના આક્ષેપ સાથે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, તે અરસામાં બીજા કેદીએ ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવીલમાં ખસેડવામાં આવ્યો છે.
જૂનાગઢના મેરેજશા ઇસ્માઇલશા રફાઈ ઉ.૨૬ નામનો શખ્સ લૂંટ અને મારામારીના કેસમાં જિલ્લા જેલમાં હતો ત્યારે આજે બપોરે તેની તબિયત લથડતા તેને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલથી રાજકોટ રીફર કરવામાં આવતા ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો,આ અંગેની તેના પરિવાર ને જાણ થતાં તેમણે તેના દીકરાને જેલમાં મારમારતા હોવાનો અને ઝેરી દવા પી લેતા તેનું મોત થયાનો જેલમાં ઝેરી દવા ક્યાંથી આવી તે અંગે તમામ મામલે તેમજ જામનગર ફોરેન્સિક પીએમ કરવાની માંગણી કરીને લાશ સ્વીકારવા ઇનકાર કર્યો છે.
આ મામલે જેલ અધિકારી ઘુસાએ જણાવ્યું કે આ કેદી માનસિક બીમારીથી પીડાતો હતો અને જેલમાં પણ તેની દવા ચાલુ હતી તેમાં તેણે પોતાના સાથે અન્ય દવા પી લીધી હોવાનું માનવામાં આવે છે.
આ અરસામાં જેલમાં હત્યા કેસમાં રહેલા સિકંદર નામના કેદીએ પણ ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ અંગે તપાસ ચાલુ છે….. હુસેન શાહ જુનાગઢ