જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારાસામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છેએ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.
જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બોડકા (સ્વામીના) ગામે રહેતા મુસ્લિમ મહિલા સબીનાબેન સલીમભાઈ દલ ઉવ.35 ગામના પીપલાણા રોડ ઉપર તળાવના ખાડામાં સાંજના ચારેક વાગ્યાના અરસામાં પોતાના તથા પોતાના કુટુંબના 06 સંતાનો (1) એશાન સલીમભાઈ દલ ઉવ. 08, (2) મહેબૂબ સલીમભાઈ દલ ઉવ. 06, (3) ફરીદા જુસબભાઈ દલ ઉવ. 18, (4) અલફિદા જુસબભાઈ દલ ઉવ. 16 (5) અરમાન જુસબભાઈ દલ ઉવ 12 તથા (6) રેહાન જુસબભાઈ દલ ઉવ. 08 સાથે કપડા ધોવા માટે ગયેલ હતી. કપડા ધોવા સમયે બાળકો બાજુમાં રમતા હતા. રમતા રમતા પુત્ર મહેબૂબ ખાડામાં પડી જતા ડૂબવા લાગેલ હતી. આ દૃશ્ય બીજા બાળકોએ જોતા, તેઓ પણ એક પછી એક બચાવવા તળાવના ખાડામાં પડતા, ડૂબવા લાગેલ હતા. આ દૃશ્ય કપડાં ધોતા મુસ્લિમ મહિલા સબિનાબહેને જોતા, તેઓ પણ પાણીમાં પડતા, તમામ પાણીમાં ડૂબવા લાગેલ હતા. તળાવના ખાડામાં પાડવાનો અવાજ સંભળાતા, નદીની બાજુમાં ખેતરમાં કામ કરતા, રમેશભાઈ ડાયાભાઇ રાઠોડે સાંભળતા, કૈક અજુગતું બન્યાનો એહસાસ થતા, તળાવના ખાડા કિનારે દોડી આવ્યા હતા. તેઓએ સાત જણાને ડૂબતા જોતા, પોતાને તરતા આવડતું ના હોવા છતાં, એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર તળાવના ખાડામાં જંપલાવી, એકબીજાને ધક્કા મારી તેમજ હાથ પકડી, બધાને બહાર કાઢવામાં આવ્યા હતા. જે દરમિયાન પુત્ર એશાન સલીમભાઈ દલ ઉવ. 08 વધુ પાણી પી જતા, મરણ ગયેલ હતો, જ્યારે બાકીના 06 વ્યક્તિઓના જીવ બચાવવા રમેશભાઈ ડાયાભાઇ રાઠોડ સફળ રહયા હતા. એક સાથે સાત વ્યક્તિઓના તળાવના ખાડામાં ડુબવાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા, બનાવની જાણ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી ને થતા, તેઓની સૂચના આધારે કેશોદ ડીવાયએસપી જે.બી.ગઢવી, માણાવદર પીએસઆઇ પી.વી.ધોકડીયા તથા પોલીસ સ્ટાફ તેમજ તલાટી મંત્રી ઊર્મિલાબેન સોલંકી સહિતના વહીવટીતંત્રના અધિકારીઓ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ગયા હતા. બનાવની વિગત જણાતા સામાન્ય ખેડૂત એવા રમેશભાઈ ડાયાભાઇ રાઠોડ દ્વારા પોતાને પાણીમાં તરતા નહીં આવડતું હોવા છતાં સાત માંથી છ વ્યક્તિઓના જીવ બચાવવા બદલ કેશોદ ડીવાયએસપી જે.બી.ગઢવી તથા સ્ટાફ દ્વારા રમેશભાઈ ડાયાભાઇ રાઠોડની માનવતા તથા સહિષ્ણુતા ભરી કામગીરીને બિરદાવી હતી અને છ છ વ્યક્તિઓના જીવ બચાવવા બદલ સામાન્ય ખેડૂત એવા રમેશભાઈ ડાયાભાઇ રાઠોડનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાના જીવની પરવા કર્યા વગર પોતાને તરતા આવડતું નહીં હોવા છતાં, રમેશભાઈ ડાયાભાઇ રાઠોડના સેવા કાર્યની જાહેરમાં બિરદાવી, પ્રસંશા પણ કરવામાં આવેલ હતી. માણાવદર તાલુકામાં બનેલ આ કિસ્સામા ડુબનાર સાતેય વ્યક્તિ મુસ્લિમ સમાજના હોવા છતાં, એક હિન્દુ ખેડૂત દ્વારા પોતાના જાનની પરવા કર્યા વગર જહેમત ઉઠાવી, સાત માંથી છ વ્યક્તિઓના જીવ બચાવતા, આ કિસ્સાથી હિન્દૂ મુસ્લિમ વચ્ચેની સહિષ્ણુતામાં પણ વધારો* થતાં, રમેશભાઈ ડાયાભાઇ રાઠોડની કામગીરીની જૂનાગઢ જિલ્લામાં ઠેર ઠેર પ્રસંશા થઈ રહી છે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી ની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા પણ આ તકે રમેશભાઈ ડાયાભાઇ રાઠોડની કામગીરી બિરદાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે,એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.