યુપીના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં કોર્ટમાંથી ચુકાદો આવી ચુક્યો છે.
વારાણસીમાં કલમ 144 લાગુ
- Advertisement -
યુપીના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં કોર્ટમાંથી ચુકાદો આવી ચુક્યો છે. આ કેસમાં સુનાવણી કરવા યોગ્ય છે કે તેને લઈને આજે નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં કોર્ટ તરફથી હિન્દુ પક્ષની અરજીનો સ્વિકાર કરવામાં આવ્યો છે. કોર્ટે આ કેસને સુનાવણી યોગ્ય માન્યો છે. જેમાં હિન્દુ પક્ષની અરજીનો સ્વિકાર થયો છે.આગામી 22 સપ્ટેમ્બરે આ કેસની સુનાવણી થશે.
જજે આ કેસને સુનાવણી યોગ્ય માન્યો
જ્ઞાનવાપી મામલામાં નિર્ણય સંભળાવતા જિલ્લા જજ એકે વિશ્વેશની એકલ પીઠે કેસને સુનાવણી યોગ્ય માન્યો છે. કોર્ટે મુસ્લિમ પક્ષની અરજીને રદ કરી દીધી છે અને કહ્યું કે, કેસ વિચારાધીન છે. મામલાની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે.
- Advertisement -
દેશમાં અયોધ્યા બાદના હિન્દુ સમુદાયના એક સૌથી મોટા આસ્થાના સ્થળ વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની સાથે જ જોડાયેલી જ્ઞાનવાપી મસ્જીદ પરિસર સ્થિત શૃગાર ગોરી મંદિરમાં નિયમીત દર્શનની સાથે 1993 પુર્વેની સ્થિતિમાં દૈનિક પૂજા અર્ચનાના અધિકાર આગામી હિન્દુ સમાજની અરજી પર વિચારણા યોગ્ય છે કે કેમ તેના પર વારાણસી જીલ્લા અદાલત તેનો ચુકાદો આપવા જઈ રહી છે
તે પુર્વ વારાણસી ઉપરાંતના ઉતરપ્રદેશના અનેક શહેરોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને વારાણસીમાં કલમ 144નો અમલ લાદી દેવાયો છે. જીલ્લા અદાલત ફકત એ નિશ્ચીત કરવા જઈ રહી છે કે મસ્જીદ પરિસરમાં આવેલા શૃગાર દેવી મંદિરમાં રોજ પૂજા-અર્ચના અને દર્શનની મંજુરી માંગતી અરજી વિચારણા યોગ્ય છે કે કેમ! આ પુર્વે આ વિવાદ છેક સુપ્રીમ કોર્ટ સુધી જઈ ચૂકયા છે અને તેની સાથે જ્ઞાનવાપી પરિસર ખરેખર મસ્જીદ છે કે પછી મંદિરને મસ્જીદમાં પરિવર્તિત કરવામાં આવી છે અને તેની અયોધ્યા ટાઈપનો નવો મુકદમો પણ શરૂ થઈ શકે છે.
ઉપરાંત જો જીલ્લા અદાલતમાં અરજી સાંભળવા યોગ્ય ગણાય તો દેશમાં આઝાદી બાદ લાગુ થયેલા પ્લેસીસ ઓફ વર્શીય એકટ અને 1991માં તેનો સુધારો લાગુ ગણી શકાય કે કેમ તેવા અનેક વિવાદો પણ પુન: હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટની એરણ પર જશે. આજના ચુકાદા બાદ હવે ભવિષ્યમાં કાશી ઉપરાંત મથુરાના કૃષ્ણ જન્માષ્ટમી ઈદગાહ મસ્જીદ વિવાદ પણ ઉઠશે. આ વિવાદમાં સર્વોચ્ચ અદાલતના આદેશથી ચાર દિવસ સુધી મસ્જીદ પરિસરમાં 12 કલાકની વિડીયોગ્રાફી થઈ હતી તથા 1500થી વધુ ફોટોગ્રાફ લેવાયા હતા. જેના પરથી આજે સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે.