જૂનાગઢ નવરાત્રી સમયે ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસ સજ્જ
શહેરના મુખ્ય ચોકમાં સઘન ચેકિંગ કરાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આગામી 15મી ઓગસ્ટથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થાવ જય રહ્યોછે ત્યારે જૂનાગઢ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને શહેરમાં થતી પ્રાચીન ગરબી સાથે પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબા મહોત્વસને ધ્યાનમાં રાખીને ખાસ આયોજન કરવા માટે પોલીસ તંત્ર કમર કસી રહ્યું છે જેમાં ગરબાના આયોજક સાથે બેઠક પણ યોજાવાની છે તેમાં વિચારોની આપલે સાથે ચર્ચા પણ કરવામાં આવશે તેમ એસપી હર્ષદ મેહતા જણાવ્યું હતું. જૂનાગઢ શહેર પ્રાચીન નગરી તરીકેની ઓળખ ધરાવે છે ત્યારે શહેરમાં પ્રાચીન ગરબાનું અનેરું મહત્વ જોવા મળેછે શેરી,મહોલ્લા તેમજ સોસાયટી વિસ્તારોમાં અંદાજિત 200થી વધારે ગરબીનું આયોજન થાય છે તેની સાથે શહેરમાં જ્ઞાતિ આધારિત ગરબા મહોત્વ યોજાય છે જેમાં બ્રહ્મ સમાજ,રઘુવંશી સમાજ,પાટીદાર સમાજ સિંધી સમાજ સહીત અનેક જ્ઞાતિ અગ્રણીઓ દ્વારા પાર્ટી પ્લોટમાં ભવ્ય આયોજન કરવામાં આવેછે જે અનુસંધાને જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા લુખ્ખા તત્વો દ્વારા સામાન્ય લોકોને કોઈ મુશ્કેલીના પડે તેના માટે મિટિંગો શરુ કરી છે અને ખાસ માસ્ટર પ્લાન બનાવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવશે અને અવાર તત્વો અને લૂખા તત્વો સામે તવાઈ બોલવામાં આવશે. નવરાત્રીના દિવસોમાં નાની નાની બાળાઓ સાથે સહ પરિવાર ગરબા મહોત્સવના આયોજન જતા હોય છે અને પરિવાર સાથે નવરાત્રીનો આનંદ મણિ શકે અને કોઈ પરેશાની ઉભી ન થાય તેના માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે જેમાં એસઓજી, એલસીબી અને એ.બી.સી,ડિવિઝન અને તાલુકા પોલીસ સહીત હોમગાર્ડ અને જીઆરડી જવાન સાથે બંદોબસ્ત ગોઠવાય રહ્યો છે અને નવરાત્રીના દિવસોમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેના માટે પોલીસ તંત્ર ખાસ નજર રાખીને જડબેસલાક બંદોબસ્ત ની તૈયારીઓ શરુ કરી છે જેમાં શહેરના મુખ્ય રસ્તાના ચોકમાં પણ દારૂ પીધેલા અથવા નશીલા પદાર્થનું સેવન કરીને નીકળતા લોકો ઉપર ખાસ વોચ રાખવામાં આવશે.
પ્રાચીન ગરબી સાથે પાર્ટી પ્લોટના ગરબામાં ચુસ્ત બંદોબસ્ત
ગરબા આયોજકો સાથે બેઠક યોજાશે: એસપી
જૂનાગઢમાં વિવિધ જ્ઞાતિ દ્વારા પાર્ટી પ્લોટ સહિત જગ્યાએ નવરાત્રી ગરબા મહોત્સવના આયોજનો થઇ રહ્યા છે. ત્યારે જિલ્લા પોલીસવડા દ્વારા આયોજકો સાથે એક ખાસ બેઠક યોજવામાં આવશે. જેમાં આયોજકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. તેમજ જરૂરી સુચનો પણ આપવામાં આવશે. તેની સાથે ગરબા મહોત્સવમાં કંઇ બાબતની તકેદારી રાખી શકાય તે દિશામાં પોલીસ તંત્ર દ્વારા પગલા ભરવામાં આવશે. તેમજ શહેરમાં 200થી વધુ પ્રાચિન ગરબાનું આયોજન થાય છે. તેવા સમયે પણ પોલીસ દ્વારા શેરી અને મહોલ્લામાં થતી નાની નાની ગરબીમાં ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આમ શહેરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન પોલીસ દ્વારા ખાસ ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
- Advertisement -