એક જ કિડની હતી એ પણ ફેઇલ થઇ ગઇ !
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
એક પત્રકારની કિડની ફેઈલ થઈ ગઈ છે. પત્રકાર હોય અને કિડની કે લીવર ફેઈલ થઈ જાય એટલે એ વ્યસનના કારણે જ થયા હોઈ એવું ન સમજવું. જન્મજાત પણ કેટલીક ગંભીર ખામી ઘણાને હોય છે જે જીવનપર્યત સાથે રહી તકલીફ આપતી રહે છે. આવું જ કંઇક રાજકોટના સાગર જાની સાથે બન્યું છે.
સાગરની એક કિડની તો આજથી દસ વર્ષ પહેલાં જ ખરાબ થઈ ગઈ હતી, એ સમયે તેના મમ્મીએ તેને એક કિડની આપી જન્મ બાદ બીજીવાર જીવનદાન આપ્યું. પછી સાગર સાથે બધું બરાબર ચાલ્યું. સાગરના લગ્ન થયા, સાગરને ત્યાં એક બાળકીનો જન્મ થયો, સાગરને પત્રકારની નોકરી મળી ગઈ. સાગરનો ઘરસંસાર સુંદર રીતે ચાલતો હતો અને અચાનક જ થોડા દિવસો પૂર્વે કોઈ કારણસર સાગરની કિડનીએ સાથ આપવાનું છોડી દીધું. પછી સાગરને આઈસીયુમાં વેન્ટિલેટર પર રહેવું પડ્યું, ડોક્ટરની મહામહેનતે અને પોતાનાઓની પ્રાર્થનાને કારણે સાગર મોતના મુખમાંથી બહાર આવ્યો પણ તેની કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું અને હવે?
હવે સાગરની મમ્મી તેને ફરી કિડની આપે શકે તેમ નથી. પિતાની ઉંમર થઈ ગઈ છે એટલે તેઓ પણ દીકરાને કિડની આપી શકે તેમ નથી. દીકરી નાની છે એટલે પત્ની કિડની આપે અને આગળ જતાં ન કરે નારાયણ કંઈક થાય તો દીકરીનું શું? વળી સાગરની પત્નીનું બ્લડગ્રુપ પણ અલગ છે. આ સ્થિતિમાં હાલ સાગરનું ડાયાલીસીસ ચાલું છે. જાની પરિવારે તેમના ઘરના એકમાત્ર આધારસ્તંભ સાગર માટે કિડની ડોનેશન – ટ્રાન્સપ્લાન્ટ માટેની પ્રોસેસ કરવાની છે અને તેને આર્થિક સહાયની જરૂર છે.
કિડની ડોનેશન – ટ્રાન્સપ્લાન્ટ માટેની પ્રોસેસ માટે કેટલાક રિપોર્ટ કરાવવાના હોય છે જે આશરે 75000 રૂપિયાના થાય છે ત્યારબાદ તેના કિડની ડોનેશન – ટ્રાન્સપ્લાન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવવા અંદાજીત 50000 રૂપિયા જેટલો ખર્ચ થાય અને કિડની મળ્યા બાદ પણ ઓપરેશન સમયે એકાઉન્ટમાં 5-7 લાખ રૂપિયા જેટલી બેંક બેલેન્સ હોવી જોઈએ એવું તેમના પરિવાર પાસેથી જાણવા મળ્યું છે.
સાગર જાની દ્વારા આર્થિક સહાયની મદદ માંગતી પોસ્ટ શેઅર કરવામાં આવી છે પરંતુ આજકાલ હાથ પકડવાવાળા કરતા પગ ખેંચવાવાળા વધી ગયા છે. સંકટના સમયે સગાઓ કામ આપતા નથી, દોસ્તો દગો દેતા હોય છે ત્યારે અજાણ્યાઓના અન્નજળ કહો કે ઋણાનુબંધ કહો કોઈ એવી શક્તિ કામ કરતી હોય છે કે તેઓ સંકટમોચક બને. બસ આપણાથી શક્ય થાય તો એક સ્ત્રીના સિંદૂરને બચાવવા, એક બાળકી નાનપણમાં જ પિતાની છત્રછાયા ન ગુમાવે તે માટે અથવા તો એક પરિવારના આધારસ્તંભનો આધાર બનવા માણસાઈની દૃષ્ટિએ આર્થિક જ નહીં પણ કોઈપણ પ્રકારની સહાય થઈ શકે તેમ હોય તો સીધો સાગર જાનીનો મો. નં. 99243 90545 સંપર્ક કરી શકો છે. આપ સાગર જાનીનો સંપર્ક કરી તેને રૂબરૂ પણ મળી શકો છો અથવા આ અંગે મારો વ્યક્તિગત સંપર્ક કરી શકો છો.
ભવ્ય રાવલ (લેખક-પત્રકાર)
UPI: 9924390545@ptsbi
Gpay number: 9924390545
: Account number : 015301022604
Bank Name : ICICI BANK
Account holder’s name :
JANI SAGAR RAJESHBHAI
IFSC Code : ICIC0000153