લોકશાહીના ચોથા આધારસ્તંભ તથા સમાજ જાગરણના પવિત્ર કાર્યમાં અગ્રેસર જૂનાગઢ શહેરના પ્રિન્ટ મીડિયા તથા ડિજિટલ મીડિયાના પત્રકાર મિત્રોની પ્રેરક ઉપસ્થિતીમાં પત્રકારત્વનું ગૌરવ લોક કલ્યાણ અને લોક સંચારકારની તટસ્થભાવથી કાર્યસંધાન સંદર્ભે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત -વિશ્વ સંવાદ કેન્દ્ર જૂનાગઢ દ્વારા આદ્ય સંવાદદાતા શ્રી દેવર્ષિ નારદ જયંતીના ઉપલક્ષ્યમાં પત્રકાર મિલન તથા ગોષ્ઠિ કાર્યક્રમ આઝાદ ચોક સ્થિત ભીંડી જ્વેલર્સ એક્ઝિબિશન સભાખંડમાં યોજાયો હતો.
વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા દર વર્ષે નારદ જયંતીના અવસર પર વર્તમાન પત્રકારો સાથે સંવાદ, સન્માન તથા પ્રોત્સાહન માટે વિશેષ આયોજન કરવામાં આવે છે. જેનાં ભાગરૂપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ સહ કાર્યવાહ જીતેશભાઇ પનારાની ઉપસ્થિતીમાં નગરપ્રચાર ટોળી દ્વારા પત્રકાર મીલન- ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમને સફળ બનાવવા સંજયભાઈ કોરિયા, વિપુલભાઈ સાવલિયા, શૈલેષભાઈ કાછડીયા, અશ્વિનભાઈ પટેલ, નિકુંજભાઈ રાવલ પ્રયત્નશીલ રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન ડો.અમિત ચાપડીયા દ્વારા અને આભારવિધિ તુષાર છત્રારા દ્વારા કરવામાં આવેલ.