ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર શહેરમાં હારમોની ફુવારા સામે આવેલી લેડી હોસ્પિટલ બહાર તથા બાજુની ગલીમાં ફૂટ પર ફ્રૂટના સ્ટોલ, લારી અને કેબિન મૂકીને વેપાર ચાલતો હતો. અહીં અંદાજે 38 જેટલા નાના-મોટા માંચડા ઉભા કરાયા હતા.
- Advertisement -
જેના કારણે ન્યૂસન્સ ફેલાતું હતું અને કોમી ઘર્ષણ ઊભા થતા હતા. જેની વિવિધ મળેલી ફરિયાદના આધારે પોલીસે મનપા ટીમ સાથે મળી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. મનપાના વાહનો સાથે પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને ફૂટ ધારકોને તાત્કાલિક જગ્યા ખાલી કરવાની સૂચના આપી હતી. સૂચના મળતાં જ ફૂટ ધારકોએ તાબડતોબ ફ્રૂટની લારીઓ અને સામાન હટાવવાની શરૂઆત કરી હતી. આ દરમ્યાન કેટલાક ધારકોની લારીઓ, કેબિન તથા ખાલી બોક્સ મનપા વાહનમાં ભરી કબ્જે કરાયા હતા. દંડ ભર્યા બાદ જ સામાન છોડવામાં આવશે તેવું તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.
આ કાર્યવાહીથી ફૂટ ધારકોમાં ફફડાટ મચી ગયો હતો. પોલીસે સ્થળ સંપૂર્ણ ખાલી કરાવી બ્લોક પાથરવાની કામગીરી શરૂ કરાવવાની માહિતી આપી હતી, જેથી રોડ મોટો થઈ વાહનવ્યવહાર સરળ બને.