આજે દેશભરમાં 44 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન મોદી આ કાર્યક્રમ સાથે વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. આ દરમિયાન તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 70 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ પણ કર્યું હતું.
વડાપ્રધાને કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, “આજનો દિવસ દેશ માટે ઐતિહાસિક દિવસ છે. યુવાનો માટે સરકારી નોકરીમાં જોડાવાની આ એક સારી અને મોટી તક છે. તમારે દેશને ગૌરવ અપાવવાનું છે.ભારત 9 વર્ષમાં 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે.”
- Advertisement -
#WATCH | Prime Minister Narendra Modi distributes more than 70,000 appointment letters to newly inducted recruits in Government departments and organisations, under Rozgar Mela through video conferencing. pic.twitter.com/MjCQaBpQQc
— ANI (@ANI) July 22, 2023
- Advertisement -
પીએમે કહ્યું, “નિમણૂક પત્રો મેળવનારા યુવાનો માટે આ એક યાદગાર દિવસ છે, પરંતુ તે જ સમયે તે દેશ માટે ખૂબ જ ઐતિહાસિક દિવસ પણ છે. 22 જુલાઈ 1947માં બંધારણ સભા દ્વારા ત્રિરંગાને તેના વર્તમાન સ્વરૂપમાં સ્વીકારવામાં આવ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવમાં જ્યારે દેશ વિકાસના ધ્યેય પર કામ કરી રહ્યો છે ત્યારે તમારા માટે સરકારી નોકરીમાં જોડાવાની મોટી તક છે. યુવાનોની મહેનતનું આ પરિણામ છે અને નિમણૂક પત્ર મેળવનાર તમામ યુવાનોને અભિનંદન.”
#WATCH | Prime Minister Narendra Modi, says "Because of this 'phone banking scam' the backbone of the banking sector was broken. In 2014, we started reviving our banking sector. We strengthened the management of government banks in the country. We combined several small banks and… pic.twitter.com/Ga2wBlUVWU
— ANI (@ANI) July 22, 2023
જો આ દરમિયાન પીએમ મોદીએ ગાંધી પરિવારનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું કે દેશમાં એક સમયે ફોન બેંકિંગ કૌભાંડ થયું હતું, અગાઉની સરકારમાં એક પરિવારના લોકો બેંકોમાંથી લોન લેતા હતા. તેમણે કહ્યું કે અગાઉની સરકારે બેંકોને નુકસાન પહોંચાડ્યું અને અમે બેંકોને લૂંટનારાઓની સંપત્તિ જપ્ત કરી.
વડાપ્રધાને વધુમાં કહ્યું, “9 વર્ષ પહેલા, ફોન બેંકિંગ મારા અને તમારા જેવા સામાન્ય નાગરિકો માટે નહોતું. તે સમયે, ચોક્કસ પરિવારના નજીકના કેટલાક શક્તિશાળી નેતાઓ બેંકમાં ફોન કરીને તેમના પ્રિયજનોને હજારો કરોડની લોન અપાવતા હતા. આ લોન ક્યારેય ચૂકવવામાં આવી ન હતી. આ ફોન બેંકિંગ કૌભાંડ અગાઉની સરકારના સૌથી મોટા કૌભાંડોમાંનું એક હતું.”
#WATCH | Prime Minister Narendra Modi, says "During the 'Azadi ka Amrit Mahotsav', when the country is working on the path of development, it is a great honour to get the opportunity to work as a government employee. The people of this country have taken the resolution to make… pic.twitter.com/n0mbTVbhrm
— ANI (@ANI) July 22, 2023
તેમણે કહ્યું કે આજે ભારત તે દેશોમાંનો એક છે જ્યાં બેંકિંગ સેક્ટરને સૌથી મજબૂત માનવામાં આવે છે, પરંતુ નવ વર્ષ પહેલા આવું નહોતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે સત્તાનો સ્વાર્થ રાષ્ટ્રહિત પર આધિપત્ય ધરાવે છે ત્યારે કેવો બગાડ થાય છે, તેના અનેક ઉદાહરણો દેશમાં છે. અગાઉની સરકાર દરમિયાન આપણા બેંકિંગ ક્ષેત્રે આ વિનાશનો અનુભવ કર્યો છે.