શ્રી રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટનું આયોજન
30 માર્ચથી 5 એપ્રિલ બપોરે 3થી સાંજે 7 સુધી કથા ત્યારબાદ મહાપ્રસાદ: જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિશ્ર્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન’ દ્વારા પિતૃઓના મોક્ષાર્થે તથા તેઓના આત્માની શાંતિ અર્થે ચૈત્રી નવરાત્રિ 30 માર્ચથી 5 એપ્રિલ 2025 દરમિયાન સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદા ‘રાધે રાધે’ના વ્યાસાસને રાજકોટના વિશાળ રેસકોર્સ મેદાન ખાતે 108 શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય-દિવ્ય અલૌકિક આયોજન કરવામાં આવ્યું છે. કથાનો સમય દરરોજ બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો રહેશે અને દરરોજ કથા વિરામ બાદ હજારો ભાવિકો મહાપ્રસાદ લેશે. કથામાં હજારો ભાવિકો- વૈષ્ણવો- સનાતનીઓ કૃષ્ણમય બનીને પુણ્યનું ભાથું બાંધશે. તા. 30 માર્ચ રવિવારના રોજ બપોરે 2 વાગ્યે રાજકોટના વિરાણી હાઈસ્કૂલના મેદાનથી વિશાળ શોભાયાત્રા શરૂ થઈને સરદારનગર મેઈન રોડ, યજ્ઞિક રોડ થઈને રેસકોર્સ મેદાન ખાતે પવિત્ર ભાગવત પોથીજીનું સ્થાપન કરવામાં આવશે. શોભાયાત્રામાં ડ્રેસકોડ સાથે સાફા પહેરેલા યુવાનો બાઈક રેલી સાથે જોડાશે. ઉપરાંત સેંકડો ગાડીઓ પણ જોડાશે. મહિલા મંડળના બહેનો પણ રાસ-ગરબાની રમઝટ બોલાવશે.
પવિત્ર 108 શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં શ્રીરામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, શ્રી વામન જન્મોત્સવ સહિતના ઉત્સવો ધામધુમથી ઉજવાશે. રોજ રાત્રે 9 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે. સમગ્ર ભાગવત સપ્તાહને અકિલા પરિવારના મોભી જ્ઞાતિશ્રેષ્ઠિશ્રી કિરીટભાઈ ગણાત્રાનો સહકાર તથા માર્ગદર્શન પ્રાપ્ત થઈ રહ્યા છે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહના ભવ્ય-દિવ્ય-અલૌકિક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઈ ચોટાઈ, મહાજન ઉપપ્રમુખ રૂપલબેન રાજદેવ, મંત્રી રીટાબેન કોટક, ખજાનચી ધવલભાઈ કારીયા, ટ્રસ્ટીઓ જીતુભાઈ ચંદારાણા, કિશોરભાઈ કોટક, હરીશભાઈ લાખાણી, એડવોકેટ શ્યામલભાઈ સોનપાલ, ડો. પરાગભાઈ દેવાણી, હિરેનભાઈ ખખ્ખર, એડવોકેટ તુષાર ગોકાણી, શૈલેષભાઈ પાબારી, દિનેશભાઈ બવારીયા, એડવોકેટ મનિષભાઈ ખખ્ખર, ડો. જનકભાઈ ઠક્કર, મુકેશભાઈ પાબારી, ડો. ભાવેશભાઈ સચદે, ડો. ચેતનભાઈ હિંડોચા, ધવલભાઈ ખખ્ખર, રીટાબેન કુંડલીયા, અલ્પાબેન બચ્છા, અલ્કાબેન પુજારા, નિકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠક્કર, ભાવિનીબેન ખખ્ખર, સીમાબેન રાજદેવ, મહાજન વાડી એડમિનિસ્ટ્રેટર હિતેનભાઈ પારેખ-દક્ષિણી, પિયુષભાઈ ગોકાણી, વિમલભાઈ લાખાણી, ભુવનેશભાઈ ચાંદ્રાણી, મૌલિકભાઈ ચાંદ્રાણી, ચેતનભાઈ દેવાણી, જીગરભાઈ વિઠલાણી, પરેશભાઈ તન્ના, નવદિપભાઈ દતાણી, ભાવિકભાઈ એરડા, દર્શિતભાઈ ચૌહાણ, નિલેશભાઈ ગોંડલીયા, હિતેશભાઈ અનડકટ, જયેશભાઈ કક્કડ, ભાવેશભાઈ રૂપારેલીયા, શુભમભાઈ રઘુરા, ભાવિકભાઈ પોપટ, અભયભાઈ પોપટ, કિરીટભાઈ કેશરીયા, દિપભાઈ કોટેચા, કપિલભાઈ ગણાત્રા, નિલેશભાઈ કોટેચા, પિયુષભાઈ અભાણી સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
- Advertisement -
સમગ્ર ભાગવત સપ્તાહની અકિલા પરિવારના મોભી-જ્ઞાતિશ્રેષ્ઠી કિરીટભાઈ ગણાત્રાના સહકાર તથા માર્ગદર્શન હેઠળ લોહાણા સમાજના પ્રમુખ- અગ્રણીઓ અને સ્વયંસેવકો દ્વારા ચાલતી તડામાર તૈયારી