દરેક શાળા અને તાલુકા સ્તરે યોગ દિવસની ઉજવણી કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોગ જીવનનું સૌથી મહત્વનું પાસું ગણાવ્યું છે યોગના લીધે અનેક પ્રકારની બીમારીને દૂર કરી મન અને શરીર બંને તંદુરસ્ત રાખવા માટેની ઉપાય હોવાનું કહ્યું છે ત્યારે 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ સમગ્ર દેશમાં ઉજવાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિશ્વ યોગ દિવસ નિમિતે ઠેર ઠેર યોગ માટેના કાર્યક્રમો યોજાયા હતા જેમાં જિલ્લાની દરેક શાળાઓમાં અને તાલુકા સ્તરે પણ યોગ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા ખાતે કલેક્ટર, સાંસદ, મહાનગરપાલિકાના અધિકારીઓ સહિત જુદા જુદા વિભાગના કર્મચારીઓ હાજર રહીને યોગ દિવસ ઉજવ્યો હતો જ્યારે તાલુકા સ્તરે પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સ્થાનિક પોલીસ અધિકારી સહિત કર્મચારીઓ યોગ દિન નિમિતે યોગ થકી તંદુરસ્તી મેળવી હતી.



