કોરોના સંક્રમણ ની ચેઈન તોડવા શું શું કરી શકાય તે અંગે વેપારી મંડળો આગેવાનો અને વહીવટીતંત્ર સાથે આજે જેતપુર મામલતદાર કચેરી સભાખંડમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી  જયેશભાઇ રાદડિયાએ સમીક્ષા બેઠક યોજી હતી, અને વિવિધ સંસ્થા અને વેપારી મંડળો , આગેવાનો, પાસેથી મંતવ્યો જાણ્યા હતા.
રાજ્યમાં કોરોના સંક્રમણ ને ધ્યાને રાખી સરકાર દ્વારા વિવિધ તકેદારીના પગલાં લઈ કામગીરી કરવામાં આવી રહી છે એ સંદર્ભે જેતપુર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ અંગે વધુમાં વધુ સાવચેતી રાખવામાં આવે અને તકેદારીરૂપે આગામી દિવસોમાં સ્વૈચ્છિક રીતે શું શું કરી શકાય તે અંગે મંત્રી જયેશભાઇ રાદડિયાએ જેતપુર ખાતે ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર શહેર ના વિવિધ વેપારી મંડળો .માર્કેટિંગ યાર્ડ . સામાજિક આગેવાનો અને વહીવટીતંત્રને સાથે રાખીને કોરોના સંક્રમણ સામે લોકોની સુરક્ષા વધે એ બાબતે સમીક્ષા કરી હતી અને સંસ્થાઓ તેમજ આગેવાનોના મંતવ્યો મેળવ્યા હતા ,
કોરોના ના સંક્રમણ અટકાવવા માટે આગામી દિવસોમાં આ તમામ વેપારી મંડળો સંસ્થાઓ ઓએ સાથે મળીને સ્વૈચ્છિક રીતે જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકના લોકો માટે શું કરવું તેનો નિર્ણય સંસ્થાઓ દ્વારા જ કરવામાં આવે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું અને કહ્યું હતું કે જે લોકો પોતાનું રોજેરોજ નું કમાઈ ને પોતાનાં પરીવાર નું ગુજરાન ચલાવી રહ્યા છે તેવા નાના લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને નાના ધંધા રોજગાર ને પણ અસર ન થાય તે પ્રમાણે સ્વૈચ્છિક રીતે સંસ્થાઓએ સાથે મળી સંક્રમણને રોકવા માટે આગામી દિવસોમાં નિર્ણય કરે જેનાથી કોરોના સામે લોકોની સુરક્ષા વધે .તે મુજબ સ્વૈચ્છિક રીતે નિર્ણય લેવા જણાવ્યું હતું . અને હાલ જે વેક્સિનેશન ની કામગીરી થઈ રહી છે તેમાં હજુ વધુ વેગ મળે તે માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ રસીકરણ નો વ્યાપ વધે તેવા પ્રયાસ જરૂરી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું અને લોકો રસીકરણ માટે રસીકરણબુથસુધી આવે તે માટે સ્થાનિક સંસ્થાઓ સહભાગી બને તેવી અપીલ કરી હતી.
મંત્રી  દ્વારા બોલાવેલ સમીક્ષા બેઠકમાં જેતપુરની વિવિધ વેપારી મંડળો. સંસ્થાઓના પ્રતિનિધિ આગેવાનોએ કોરોના સંક્રમણ ની ચેઈન તોડવા માટે શું કરી શકાય તેમ છે તે માટે ના તેમના વ્યક્તિગત મંતવ્ય રજૂ કરેલ હતા
આપ્રસંગે જેતપુર શહેર મામલતદાર  વિજય કારીયા જેતપુર ગ્રામ્ય મામલતદાર  ડી. એ . ગિનિયા જેતપુર જેતપુર સિટી પી.આઈ  જે.બી. કરમુર બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર સાપરિયા જેતપુર માર્કેટિંગ યાર્ડ ચેરમેન  દિનેશ ભુવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  વસંત પટેલ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશનના પ્રમુખ  જયંતીભાઈ રામોલિયા સુરેશભાઈ સખરેલીયા અગ્રણી  સુભાષભાઈ બાંભરોલીયા  દિનકરભાઈ ગુંદરિયા  રામભાઈ જોગી.  ઉમેશભાઈ પાદરીયા  પ્રવીણભાઈ ગજેરા સહિત વિવિધ વેપારી મંડળો ના પદાધિકારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા