માણાવદરના અને મહેસાણાની ત્રિપુટી સામે નોંધતો ગુનો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના મોરબી રોડ ઉપર રહેતા અને જીવદયાનું કામ કરતાં ભાવિનભાઈ ઘનશ્યામભાઈ ઘિયાડએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇ કાલ તા.16/12/2023 ના રોજ રાત્રીના દસેક વાગ્યે હું તથા મારા મિત્ર ઇરફાનભાઇ ઠેબા બંન્ને ધંધાના કામે જુનાગઢ ગયા હોય પરત રાજકોટ આવતા હતા ત્યારે ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે ભરૂડી ટોલનાકા પાસે નં.જીજે -01- ઈટી -6266 નંબરના ટ્રકમાં પશુઓ ભરેલા જોવા મળતા ડ્રાઇવરને પુછેલ કે, ક્યા પશુ ભરેલા છે? અને કેટલા પશુ છે? ડ્રાઇવરે ગાડી રોડની સાઇડમાં ઉભી રાખતા 8 મોટી ભેંસ તથા 7 ભેસના બચ્ચાં પાડા-પાડી એમ ટોટલ 15 પશુ ભરેલા હતા. ત્યારે જ જીજે -24- વી -4575 પણ ત્યાં રોડ ઉપર આવી ઉભો હતો. તેમાં 9 મોટી ભેસો તથા 5 નાના પાડા-પાડી એમ કુલ 14 પશુ ભરેલા હતા. પશુને ટુંકા દોરડાથી બાંધેલ હતા. ઘાસચારા તથા પાણીની વ્યવસ્થા નહોતી. જેથી ગોંડલ તાલુકા પોલીસમાં જાણ કરી હતી.
પોલીસ કાફલો આવી જતાં માણાવદરના ટ્રક ડ્રાઇવર જગદીશભાઈ વિઠ્ઠલભાઈ ભીંડી, લાખાભાઈ ભાયાભાઈ કોડીયાતર અને મહેસાણાના મુસ્તાકમીયા હાજીહુસેનમીયા સૈયદ સામે ગુનો નોંધાવ્યો હતો જ્યારે ટ્રકમાંથી એક શખ્સ નાશી ગયો હતો પોલીસે તમામ પશુ અને બે ટ્રક મળી રૂ. 18.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.