નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ શુક્રવારે મોડી રાત્રે એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવેલી જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) મેઈન 2025ના બીજા તબક્કાનું પરિણામ જાહેર કર્યું
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ JEE મેઈન 2025 સત્ર 2 માટે પરિણામ જાહેર કર્યું છે. આ સાથે, ટોપર્સની યાદી પણ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે કુલ 24 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. પરિણામ તપાસવા માટે ઉમેદવારોને તેમના એપ્લિકેશન નંબર અને પાસવર્ડની જરૂર પડશે. આ વખતે ફક્ત પેપર 1 (BE/BTech)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પેપર 2 (B.Arch/B.Planning)નું પરિણામ હજુ જાહેર થયું નથી.
લાસ્ટ આન્સર કી પહેલાં બે પ્રશ્નો દૂર કરવામાં આવ્યા
એજન્સીએ 18 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યે JEE મુખ્ય સત્ર 2 ની અંતિમ આન્સર કી બહાર પાડી હતી. આના એક દિવસ પહેલા 17 એપ્રિલે, આન્સર કી પણ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી હતી પરંતુ પછીથી તેને દૂર કરવામાં આવી હતી. NTA એ અંતિમ આન્સર કીમાંથી બે પ્રશ્નો દૂર કર્યા છે અને નિયમો મુજબ, બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્નો માટે પૂરા ગુણ આપવામાં આવશે.
JEE એડવાન્સ્ડ માટે ક્વોલિફાઇંગ કટઓફ જાહેર
JEE મેઈન 2025 ના જાહેર થયેલા પરિણામોની સાથે, JEE એડવાન્સ્ડ માટે ક્વોલિફાઇંગ કટઓફ પણ જાહેર કરવામાં આવ્યો છે. JEE એડવાન્સ્ડમાં બેસવા માટે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા 93.10 પર્સન્ટાઇલની જરૂર પડશે. તે જ સમયે EWS શ્રેણી માટે કટઓફ 80.38, OBC માટે 79.43, SC માટે 61.15 અને ST શ્રેણીના વિદ્યાર્થીઓ માટે કટઓફ 47.90 પર્સન્ટાઇલ નક્કી કરવામાં આવ્યો છે.
100 પર્સેન્ટાઈલ મેળવનારા 24 ટોપર્સમાં 22 છોકરાઓ અને ૨ છોકરીઓનો સમાવેશ થાય છે. આ વર્ષે 24 ટોપર્સમાંથી સૌથી વધુ 7 વિદ્યાર્થીઓ રાજસ્થાનના છે. આ ઉપરાંત, તેલંગાણાના 3, મહારાષ્ટ્રના 3, ઉત્તર પ્રદેશના 3, પશ્ચિમ બંગાળના 2, દિલ્હી અને ગુજરાતના 2-2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જ્યારે આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના 1-1 વિદ્યાર્થીનો ટોપર્સની યાદીમાં સમાવેશ થાય છે.
100 પર્સેન્ટાઈલ મેળવનારા 24 ટોપર્સની યાદી
આ વર્ષે કુલ 24 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. ટોપર્સની યાદી નીચે મુજબ છે:
મોહમ્મદ અનસ – રાજસ્થાન
આયુષ સિંઘલ – રાજસ્થાન
આર્કિશમેન નંદી – પશ્ચિમ બંગાળ
દેવદત્ત માઝી – પશ્ચિમ બંગાળ
આયુષ રવિ ચૌધરી – મહારાષ્ટ્ર
લક્ષ્ય શર્મા – રાજસ્થાન
કુશાગ્ર ગુપ્તા – કર્ણાટક
હર્ષ ગુપ્તા – તેલંગાણા
અદિત પ્રકાશ ભગડે – ગુજરાત
દક્ષ – દિલ્હી
હર્ષ ઝા – દિલ્હી
રજિત ગુપ્તા – રાજસ્થાન
શ્રેયસ લોહિયા – ઉત્તર પ્રદેશ
સક્ષમ જિંદાલ – રાજસ્થાન
સૌરવ – ઉત્તર પ્રદેશ
વંગાલા અજય રેડ્ડી – તેલંગાણા
સાનિધ્ય સરાફ – મહારાષ્ટ્ર
વિશાદ જૈન – મહારાષ્ટ્ર
અર્ણવ સિંહ – રાજસ્થાન
શિવેન વિકાસ તોશનીવાલ – ગુજરાત
કુશાગ્ર બાંઘા – ઉત્તર પ્રદેશ
સાઈ મનોગાના ગુથીકોંડા – આંધ્ર પ્રદેશ
ઓમ પ્રકાશ બેહેરા – રાજસ્થાન
બાની બ્રતા માજી – તેલંગાણા