નકલી નોટથી બચવા હોલોગ્રામનો પ્રયોગ: 2019 માં જ નવી નોટ ડિઝાઈન કરાયેલી
બે દાયકા બાદ ગઈકાલે બુધવારે જાપાનને આખરે નવી કરન્સી નોટ મળી ગઈ છે. જેને સરકારે જાહેર કરી છે. તેની ખાસિયત એ છે કે છેતરપીંડીથી બચવા તેમાં થ્રી-ડી હોલોગ્રામ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- Advertisement -
વડાપ્રધાન ફુમિયો કિશિદાએ નવી ચલણી નોટ જાહેર કરી છે તેમાં 10,000,5,000 અને 1000 યેનની નવી નોટ સામેલ છે.કિશિદાએ જણાવ્યું હતું કે છેતરપીંડી રોકવા તેમાં અત્યાધુનિક ટેકનિકનો ઉપયોગ થયો છે.
બેન્ક ઓફ જાપાનમાં તેમણે પત્રકારોને કહ્યું હતું કે મને આશા છે કે લોકોને નવી નોટ પસંદ આવશે અને તે જાપાની અર્થ વ્યવસ્થાને મજબુત કરવામાં સહાયક નીવડશે.
નવી નોટની સાથે અગાઉથી ચલણમાં રહેલ મુદ્રા (કરન્સી) પણ માન્ય રહેશે. 2019 માં જાપાની કરન્સી પુન:ડિઝાઈન કરાઈ હતી. બજારમાં આવતા આવતા તેને 5 વર્ષ લાગી ગયા.