By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી
    22 hours ago
    દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
    22 hours ago
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    3 days ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    3 days ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
    19 hours ago
    ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
    20 hours ago
    રિલાયન્સ અમેરિકામાં વિશ્ર્વની સૌથી સ્વચ્છ રિફાઇનરી સ્થાપશે
    20 hours ago
    યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસ બાદ હવે દવાઓ પર સંકટ, ભારતનું ટેન્શન વધ્યું, અધિકારી શું કહે છે?
    22 hours ago
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    22 hours ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    23 hours ago
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    3 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    3 days ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    2 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    5 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    6 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    7 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 22 જાન્યુઆરી એટલે મારા માટે ‘હર ઘર રામ, હર ઘર અયોધ્યા’નો અવસર: વડાપ્રધાન મોદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > 22 જાન્યુઆરી એટલે મારા માટે ‘હર ઘર રામ, હર ઘર અયોધ્યા’નો અવસર: વડાપ્રધાન મોદી
ખાસ-ખબરરાષ્ટ્રીય

22 જાન્યુઆરી એટલે મારા માટે ‘હર ઘર રામ, હર ઘર અયોધ્યા’નો અવસર: વડાપ્રધાન મોદી

Khaskhabar Editor
Last updated: 2023/12/18 at 5:07 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
બુધવારે (13 ડિસેમ્બર) સંસદ ભવનની સુરક્ષામાં ચૂક થઈ હોવાનો એક કિસ્સો સામે આવ્યો હતો. દેશભરમાં તેના વિશે ઘણી ચર્ચા થઈ હતી. હવે વડાપ્રધાન મોદીએ પણ આ મામલે મૌન તોડ્યું છે. ઙખ મોદીએ સંસદ ભવનની સુરક્ષામાં થયેલી ચૂકને દુખદ અને ચિંતાનું કારણ ગણાવી છે. આ ઉપરાંત તેમણે તાજેતરની ચૂંટણીઓમાં ભાજપને મેળેલા ભવ્ય વિજય પર પણ વાત કરી હતી. આ સિવાય તેમણે ત્રણ રાજ્યોમાં નવા મુખ્યમંત્રી, રામ મંદિર, આર્ટીકલ 370 જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
ઙખ નરેન્દ્ર મોદીએ દૈનિક જાગરણને આપેલા ઇન્ટરવ્યૂમાં અનેક મહત્વના વિષયો પર વાતચીત કરી હતી. સંસદ ભવનનીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે ઙખ મોદીએ કહ્યું હતું કે, આ ઘટના ખૂબ જ દુખદ અને ચિંતાજનક છે, પરંતુ તેને લઈને વાદવિવાદ અને પ્રતિરોધની જગ્યાએ તેમાં ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી છે. જેનાથી તેના સમાધાનનો રસ્તો શોધી શકાય.

ત્રણ રાજ્યોમાં ભાજપનો વિજય
દૈનિક જાગરણ સાથેના ઙખ મોદીના ઇન્ટરવ્યૂમાં તેમણે ત્રણ રાજ્યોમાં ભાજપના જીત વિશેની ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમના માટે સીટોની ગણતરીથી વધુ જનતાના દીલને જીતવું પ્રાથમિકતા છે. તેમણે કહ્યું, હું તેમના માટે મહેનત કરું છું અને જનતા ઝોળી ભરી દે છે. આ ઉપરાંત તેમણે ‘મોદી ગેરન્ટી’ શબ્દ વિશે વાત કરતાં કહ્યું કે, ગેરન્ટીના ચાર માપદંડ છે- નીતિ, નિયત, નેતૃત્વ અને કામ. આ ચાર કસોટી છે, જેમાં જનતા આપણને પરખે છે. ચારમાંથી કોઈપણ માપદંડ ઓછો હશે તો તે ગેરન્ટી નહીં પણ માત્ર ખોખલી ઘોષણા બની જશે. તેમણે કહ્યું, એટલા માટે હું જ્યારે મોદીની ગેરન્ટી કહું છું તો જનતા ગત વર્ષોના સપૂર્ણ ઇતિહાસને જુએ છે. જનતા અમારી નીતિની સમર્થક છે, અમારી નિયતની સહભાગી છે, અમારા નેતૃત્વની સમર્થક છે અને અમારા ટ્રેક રેકોર્ડને સતત જુએ છે. ઙખ મોદીએ ત્રણ રાજ્યોમાં થયેલી જીતની અસર જણાવતા કહ્યું કે, જનતાએ અસ્થિરતા અને સ્વાર્થની રાજનીતિને સંપૂર્ણપણે નકારી છે. આ ચૂંટણી પરિણામોથી દેશના મૂડની ઝલક પણ જાણી શકાય છે. જનતાએ રાષ્ટ્રહિતમાં સ્થિર, સ્થાયી અને સેવાભાવમાં સમર્પિત સરકાર માટે જનાદેશ આપ્યો છે. તેમણે ઉમેર્યું કે, આ સિવાય આ ચૂંટણીએ કેટલાક લોકોએ ફેલાવેલા એક જુઠ્ઠાણાંને પણ ફગાવી કરી દીધું છે. એક રાજનૈતિક વર્ગ હતો જે કહેતો હતો કે રાષ્ટ્રીય સ્તર પર તો ભાજપ સામે કોઈ પડકાર નથી, પરંતુ રાજ્યોમાં પાર્ટીને એટલું સમર્થન નથી મળી રહ્યું. જે પરિણામ આવ્યું તેનાથી તે લોકોનાં આ મિથક પણ તૂટી ગયાં.

- Advertisement -

‘બ્રહ્માંડની કોઈ શક્તિ આર્ટિકલ 370ની વાપસી નહીં કરાવી શકે’: PM મોદી

આર્ટિકલ 370ને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો તેના પર વાત કરતાં ઙખ મોદીએ કહ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતે તે વાત પર પોતાની મહોર લગાવી દીધી છે કે, એક દેશમાં કોઈપણ રીતે બે વિધાન નહિ ચાલી શકે. અનુચ્છેદ 370નું હટવું કોઈ રાજનીતિથી વધારે જમ્મુ-કાશ્મીર અને લદાખના લોકો માટે ખૂબ જરૂરી હતું. તે અતીતની સમસ્યાઓથી નીકળીને દેશના દરેક નાગરિકની જેમ ભેદભાવ વિના પોતાના બાળકોનું ભવિષ્ય અને પોતાનું વર્તમાન સુરક્ષિત કરવા માંગે છે.
ઙખ મોદીએ ઉમેર્યું કે, આર્ટિકલ 370 બાદ આજે જમ્મુ-કાશ્મીર અને લદાખની સુરત બદલાઈ છે. હવે ત્યાં સિનેમા હોલ ચાલી રહ્યા છે. ત્યાં ટેરરિસ્ટના નહિ પરંતુ ટુરિસ્ટના મેળા છે. હવે ત્યાં પથ્થરમારો નથી થતો, પરંતુ ફિલ્મોની શૂટિંગ થાય છે. સામાન્ય કાશ્ર્મીરી પરિવાર તેને પસંદ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, આજે પણ રાજનૈતિક સ્વાર્થમાં જે લોકો આર્ટીકલ 370ને લઈને ભ્રમ ફેલાવે છે, તેને હું બે શબ્દો કહેવા માંગીશ- હવે બ્રહ્માંડની કોઈ શક્તિ આર્ટીકલ 370ની વાપસી નહીં કરાવી શકે.

આ દરમિયાન ઙખ મોદીએ કહ્યું કે, સંસદમાં જે ઘટના ઘટી તેની ગંભીરતાને સહેજ પણ ઓછી આંકવી જોઈએ નહીં. તેથી સ્પીકર મહોદય પૂર્ણ ગંભીરતાથી આવશ્યક પગલાં લઈ રહ્યા છે. તપાસ એજન્સીઓ પણ સખતીથી તાપસ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, આ ઘટના પાછળ કયાં તત્વો છે? તેના મનસૂબા શું છે? તે વિશેની ઊંડાણપૂર્વકની તપાસ પણ એટલી જ જરૂરી છે. એક મનથી સમાધાનના રસ્તાઓ પણ શોધવા જોઈએ. આવા વિષય પર વાદવિવાદ અને પ્રતિરોધથી સૌએ બચવું જોઈએ. આ ઉપરાંત ઙખ મોદીએ અન્ય મહત્વના વિષયો પર તેમના વિચાર વ્યક્ત કર્યા હતા. સંસદ ભવનની સુરક્ષામાં ચૂક સિવાય ઙખ મોદીએ રામ મંદિર અને આર્ટિકલ 370ને લઈને મહત્વની વાતો કહી હતી.

- Advertisement -

ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રી તરીકે નવા ચહેરા
ઇન્ટરવ્યૂ દરમિયાન PM મોદીને પૂછવામાં આવ્યું હતું કે, ભાજપે ત્રણ રાજ્યોમાં નવા અને અપરિચિત ચહેરાઓને મુખ્યમંત્રી બનાવ્યા છે. તેનો મેસેજ શું હોય શકે? જેના જવાબમાં ઙખ મોદીએ જણાવ્યું હતું કે, કોઈપણ સેક્ટરમાં કોઈ નામ જો મોટું બની જાય, કોઈએ પોતાની બ્રાન્ડિંગ કરી લીધી, તો બાકીના લોકો પર ધ્યાન નથી જતું, પછી તે ગમે તેટલા પ્રતિભાશાળી પણ કેમ ના હોય, તે જેમ તેટલું સારું કામ કેમ ના કરતા હોય. તો પણ તેમના તરફ ધ્યાન નથી જતું. આ કારણે નવા લોકોની પ્રતિભા અને ઉપયોગિતાની ચર્ચા નથી થઈ શકતી. ઙખ મોદીએ કહ્યું કે, આ કારણે તમને ઘણીવાર કેટલાક ચહેરા નવા લાગે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તે નવા હોતા નથી. તેમની પોતાની એક લાંબી તપસ્યા હોય છે, અનુભવ હોય છે. ઙખ મોદીને જ્યારે પૂછવામાં આવ્યું કે 22 જાન્યુઆરી અયોધ્યા રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થવાનું છે, તે દિવસ તમારા માટે કેવો છે? તેના જવાબમાં ઙખ મોદી રામચરિત માનસની એક પંક્તિ બોલ્યા અને કહ્યું કે, શ્રીરામના દર્શનથી જીવન સફળ થઈ જાય છે. મારું સૌભાગ્ય છે કે મને આ અત્યંત પવિત્ર કાર્યમાં જવાનું આમંત્રણ મળ્યું, ત્યાં જવાનો અવસર મળશે. હજારો વર્ષોથી પ્રભુ રામે આપણા સૌના જીવનમાં કોઈક રીતે સકારાત્મકતા ભરી છે. તેમણે વધુમાં કહ્યું, બે ઘડી વિચારી જુઓ કે, આ પવિત્ર અવસર પર હું એક પ્રધાનસેવકની જગ્યાએ સામાન્ય નાગરિક છું, જે કોઈ ગામમાં બેઠો છે. તોપણ મારા મનમાં એટલો જ આનંદ અને સંતોષ હશે જેટલો કે એક પ્રધાનસેવક તરીકે મને ત્યાં જવાથી મળવાનો છે. તેમણે ઉમેર્યું કે, આ ખુશી માત્ર મોદીની નહીં, આ હિન્દુસ્તાનના 140 કરોડ હૃદયોની ખુશી, મનના સંતોષની અસર છે. મારા માટે 22 જાન્યુઆરીનો આ અવસર ‘હર ઘર અયોધ્યા, હર ઘર રામ’નો છે.

You Might Also Like

મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ

ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ

રિલાયન્સ અમેરિકામાં વિશ્ર્વની સૌથી સ્વચ્છ રિફાઇનરી સ્થાપશે

યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસ બાદ હવે દવાઓ પર સંકટ, ભારતનું ટેન્શન વધ્યું, અધિકારી શું કહે છે?

9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!

TAGGED: AYODHYA, INTERVIEW, narendramodi, PRIMEMINISTER, RAMTEMPLE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉત્તર ગુજરાતમાં 11.67 લાખ હેક્ટરમાં શિયાળું વાવેતર
Next Article કાંતિ મકવાણાએ સોશિયલ મીડિયામાં મહિલાની પજવણી કરતા આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબી: રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે પદભાર સંભાળ્યા બાદ લીધી પ્રથમ મુલાકાત

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
2029 સુધીમાં ગુજરાત બનશે ‘રેલવે ફાટકમુક્ત રાજ્ય’: 367માંથી 130 ફાટક પર બ્રિજનું કામ પૂર્ણ
ગુજરાત વાયર ફ્રી સિટી મિશન: 66 KV, 11 KV અને LT લાઈનોને તબક્કાવાર અંડરગ્રાઉન્ડ કેબલમાં પરિવર્તિત કરાશે
મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
ઝાફર’સ ટીના 22માં આઉટલેટનો ભક્તિનગર વિસ્તારમાં ભવ્ય પ્રારંભ
કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલે શેકાતા વાહનચાલકો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય

રિલાયન્સ અમેરિકામાં વિશ્ર્વની સૌથી સ્વચ્છ રિફાઇનરી સ્થાપશે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?