મનોરંજન અને સેફ્ટીના વિશેષ પગલાં સાથે આયોજન
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.5
- Advertisement -
પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા આ વર્ષે પોરબંદરમાં યોજાનાર જન્માષ્ટમી લોકમેળાની તૈયારી શરૂ થઈ ગઈ છે. નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારીએ જનરલ બોર્ડમાં જાહેરાત કરી હતી કે, પાંચ દિવસ સુધી ચાલનાર આ મેળામાં વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખાણીપીણીના સ્ટોલ્સનું આયોજન કરવામાં આવશે.આ વર્ષે, લોકમેળામાં સેફ્ટી પર ખાસ ધ્યાન આપવામાં આવશે. ચેતનાબેન તિવારીએ જણાવ્યું કે ચકડોળ અને અન્ય મનોરંજન સાધનો માટે સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત રહેશે.
પાલિકા દ્વારા સુદ્રઢ આયોજન કરીને ખાતરી કરવામાં આવશે કે મેળામાં ભાગ લેતા દરેક વ્યકિતની સલામતીની પૂર્ણ ખાતરી થાય.પોરબંદરવાસીઓ આ મેળાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને પાલિકાની આ જાહેરાતથી લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
સૌરાષ્ટ્રના આ જાણીતા મેળામાં પોરબંદર દરિયાકાંઠે વિવિધ મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.નગરપાલિકાએ ખાતરી આપી છે કે મેળાના દરેક પ્રવૃત્તિઓ સુઘડ રીતે અને સલામત રીતે આયોજન કરાશે જેથી લોકો આનંદભેર આ મેળાનો આનંદ માણી શકે.