‘નો ટાઇમ ટુ ડાઇ’ એ બોન્ડ સિરીઝની 25મી અને જેમ્સ બોન્ડની ભૂમિકામાં ડેનિયલ ક્રેગની છેલ્લી ફિલ્મ છે. આ સિરીઝમાં ડેનિયલની એન્ટ્રી 2006માં આવેલી ફિલ્મ ‘કેસિનો રોયલ’થી થઇ હતી. ડેનિયલ ત્યારથી જેમ્સ બોન્ડ બનતો આવી રહ્યો છે. 2008માં ક્વોન્ટમ ઓફ સોલેસ, 2012માં સ્કાયફોલ અને 2015માં સ્પેકટ્રે ડેનિયલ બોન્ડ બન્યો હતો. ‘નો ટાઇમ ટુ ડાઇ’ની વાર્તા સ્પેકટ્રેના ઘણા વર્ષો બાદ બતાવવામાં આવી છે. બોન્ડ આ મિશન બાદ તેની સેવાઓનો અંત આણશે એટલે કે તે હવે પછી જેમ્સ બોન્ડ નહીં બને.
જેમ્સ બોન્ડના પાત્રને વિદાય આપવા માટે ડેનિયલે સાચે જ પોતાના જીવને જોખમમાં મૂકી દીધો છે. તેણે આ ફિલ્મમાં ઘણા આશ્ચર્યજનક એક્શન સિક્વન્સ કર્યા છે. ફિલ્મનું ટ્રેલર ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યુ હતું.
- Advertisement -
ફિલ્મની વાર્તા જૂની પરંપરાને આગળ ધપાવી રહી છે, એટલે કે એજન્ટ 007 નવા મિશન પર છે. કેટલાક ષડયંત્ર છે. સુંદર અભિનેત્રીઓ છે. ક્રેઝી વિલન અને કેટલાક નવા યુગના ગેજેટ્સ છે. પરંતુ બોન્ડ સિરીઝની આ બધી બાબતો જૂની હોવા છતાં ‘નો ટાઇમ ટુ ડાઇ’નું ટ્રેલર તમારો શ્વાસ રોકી નાખશે.