ખાસ-ખબર સંવાદદાતા
શરણાર્થીઓ માટે યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યા સુધી બંને ટાઈમ ભોજન વ્યવસ્થા કરવામાં આવશે.
- Advertisement -
તાજેતરમાં પાકીસ્તાનથી હરીદ્વારના વિઝા લઈ ભારત આવેલ હિન્દુઓ મોરબી મુકામે આવી પહોંચ્યા છે ત્યારે તે લોકો માટે તંત્ર સાથે સંકલન સાધી બંને ટાઈમ ભોજન વ્યવસ્થા મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા જલારામ પ્રાર્થના મંદિર તરફથી કરવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી તથા સી. ડી. રામાવતે જણાવ્યુ છે. આ ઉપરાંત મોરબી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડએ શરણાર્થીઓ માટે જરૂર પડ્યે મોરબી જલારામ મંદિર ખાતે રહેવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે તેમ જણાવ્યુ છે. આ ભગીરથ કાર્યમાં ગીરીશભાઈ ઘેલાણી, સુરેશભાઈ સિહોરીયા, સી.ડી.રામાવત, ચિરાગ રાચ્છ, હિતેશ જાની સહીતના અગ્રણીઓ જોડાયા હતા.