કોડિનારમાં જલારામ બાપાની 226મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.30
કોડીનારમાં પૂજનીય જલારામ બાપાની જન્મજયંતિ ભાવપૂર્વક ઉજવવામાં આવી હતી. જેનું સ્વાગતા કરવા મેઘરાજા પણ મનમૂકીને વરસ્યા હતા અને આ ઉત્સવમાં ઉત્સાહપૂર્વક કોડીનારના નગરજનોએ શોભાયાત્રા તથા મહાઆરતી તથા મહાપ્રસાદ તથા વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બન્યા હતા. સમગ્ર દેશ અને રાજ્યભરમાં સેવા સમર્પણ અને સમભાવનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે કોડીનારમાં જલારામ બાપાની 226 મી જન્મજયંતિ પ્રસંગે અનેકવિધ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
કોડીનારમાં પરમ પૂજ્ય શ્રી જલારામબાપાની 226 મી જન્મ જયંતી પ્રસંગે શ્રમજીવી વસાહતમાં ભોજન પ્રસાદ વિતરણ,હનુમાન ચાલીસા, જલારામ જન્મોત્સવ, પ્રભાતફેરી,શોભાયાત્રા, અન્નકૂટ દર્શન, સાધુભોજન, મધ્યાહન અને રાત્રિના જલારામ મહાપ્રસાદ, સન્માન સમારોહ,મહાઆરતી, પૂજન,સંતવાણી સહિતના અનેકવિધ કાર્યક્રમોનુ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદના મનોરથી મુકેશકુમાર મગનલાલ વડેરા પરિવારનુ શ્રી લોહાણા મહાજન દ્વારા જલારામબાપાની મૂર્તિ આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ. શોભાયાત્રામા ભીખુભાઇ અખિયા, બ્રીજ વિઠલાણી તેમજ રાત્રે સંતવાણી કાર્યક્રમમાં પ્રેમ ઠક્કર અને પંકજભાઈ ચૌહાણ અને સાથી કલાકારોએ જલારામ બાપાના, પરચા, ભજન અને ગીત રજુ કર્યા હતા. આ તકે અશ્વિનભાઈ વિઠલાણી, મુકેશભાઈ પૂજારા, બિપીનભાઈ તન્ના અને વિજયભાઈ ખખ્ખરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતુ તેમજ સ્વાગત પ્રવચન અને કાર્યક્રમનું સંચાલન વિજયભાઇ કાનાબારે કર્યું હતુ આભાર વિધિ નલીનભાઇ વિઠલાણીએ કરી હતી. આયોજનને સફળ બનાવવા માટે જલારામ સત્સંગ મંડળના કાર્યકરો સહીત સમાજના દરેક યુવાનોએ સુંદર કામગીરી કરી હતી.



