હોળી પહેલા જયસુખ પટેલને દેશની સર્વોચ્ચ અદાલતથી જામીન મળ્યા
મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે જયસુખ પટેલની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જોકે હોળી પહેલા જ હવે જયસુખ પટેલને દેશની સર્વોચ્ચ અદાલતથી જામીન મળી ગયા છે. સંભવિત 1 વર્ષથી જેલમાં બંધ જયસુખ પટેલને જામીન મળ્યા હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
મોરબી મોરબી ઝુલતો પૂલ હોનારતના આરોપી જયસુખ પટેલના જામીન મંજૂર થયા છે. વિગતો મુજબ મોરબીના ઝુલતા પુલનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપની પાસે હતો. આ દરમિયાન ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં 130થી વધુ લોકોના મોત થયા હતા. મહત્વનું છે કે, મોરબી બ્રિજ હોનારત બાદ SITના રિપોર્ટમાં કંપની દ્વારા ગેરરીતિ આચરાઇ હોવાનો ખુલાસો થયો હતો. જે બાદમાં જયસુખ પટેલે સરેન્ડર કર્યા બાદ જેલમાં મોકલવામાં આવ્યા હતા.
આ તરફ અગાઉ હતભાગીઓના પરિવારજનોએ જયસુખના જામીનનો વિરોધ પણ કર્યો હતો. આ સાથે ગુજરાત સરકારે પણ હાઇકોર્ટમાં જયસુખ પટેલની જામીનનો વિરોધ કર્યો હતો. આ તરફ હોનારતનો ભોગ બનેલા પરિવારજનોના વકીલે પણ અગાઉ પોલીસ રક્ષણ માગ્યું હતું. આ બધાની વચ્ચે હવે છેક સુપ્રીમ કોર્ટથી ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને જામીન મળ્યા છે.