ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલાના વણિક સમાજના યુવાને ગૌરવ વધાર્યું હતું. હૈદરાબાદ ખાતે એમ.બી.એ ઇન ફાયનાન્સના અભ્યાસ અર્થે યુવાન ગયો હતો. ત્યારે હૈદરાબાદ સ્થિત ઈંઈઋઅઈં ઇીતશક્ષયતત સ્કૂલમા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અભ્યાસ કરતા તૃપ્તિબેન અને રાજુભાઈ શાહ (રાજુભાઈ જયંતિલાલ શાહના પુત્ર) ના પુત્ર જૈનમ શાહને બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જૈનમ શાહ હૈદરાબાદ ખાતે એમ.બી.એ ઇન ફાયનાન્સના અભ્યાસ દરમિયાન ઉત્તમ શૈક્ષણિક પ્રદર્શન લાવતા પરીવારજનોનુ ગૌરવ વધાર્યું હતું. આ યુવાન અનેક સામાજિક કાર્યોમાં પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ત્યારે હૈદરાબાદ ખાતે જૈનમ શાહનું સન્માન થતાં પરિવારજનો, મિત્રો તેમજ સમગ્ર સમાજમાં હર્ષ અને આનંદની લાગણી વ્યાપી ગઇ છે. આ સાથે જૈનમ શાહને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.



