નવદુર્ગા સ્વરૂપ બાળાઓની શાસ્ત્રોકત પઘ્ધતીથી પૂજનવિધી એકમાત્રઆ રાસોત્સવમાં આયોજન પ્રથમ વર્ષથી જ કરવામાં આવે છે
મેગા ફાઈનલ રાઉન્ડમાં ખેલૈયાઓ જીતશે સ્કુટર, સાઈકલ, ટીવી, સ્માર્ટ મોબાઈલ,ગોલ્ડ ચેઈન, ડાઈનીંગ ટેબલ, ફ્રીજ સહિતનાં અનેકોનેક લાખેણા ઈનામોની વણઝાર
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ
જૈનમ કામદાર રાસોત્સવ છેલ્લા છ વર્ષથી અવિરત પણે રાસોત્સવનું આયોજન કરે છે ઘણાં બધા અર્વાચિન રાસોત્સવોનાં આયોજનનો વચ્ચે આ રાસોત્સવ એક અનોખી છાપ છોડવા માટે નિમિત બન્યો છે કેમ કે પ્રથમ જ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ નવદુર્ગા સ્વરૂપ નવ બાળાઓ જેને એક એક માતાજીનું સ્વરૂપ બનાવવામાં આવી હતી. તેની સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધી દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આઠમનાં પવિત્ર દિવસે માં નવદુર્ગાની આવી આગવી પૂજન વિધિ અન્ય કોઈ રાસોત્સવમાં થતી જોવા મળતી નથી તેવો મત આજનાં આ કાર્યક્રમમાં મહેમાન બનીને આવેલ અનેક સામાજીક, રાજકીય આગેવાનોએ કરેલ હતો. આજે નવમાં નોરતા નાં દિવસે અનેક સામાજીક અગ્રણીઓ જૈનમ પરિવારનાં મહેમાન બન્યા હતા.
- Advertisement -
જૈનમ કામદાર નવરાત્રી મહોત્સવમાં અન્ય કોઈ અર્વાચિન રાસોત્સવ જોવા નથી મળતુ તેવું નવદુર્ગા પૂજન કરવામાં આવે છે. સૌથી સંપૂર્ણ શાસ્ત્રોકત વિધી પ્રમાણે માતાજીનાં નવ સ્વરૂપ સમી નવ બાળાઓને માતાજીનાં શણગાર સજી કપલ દ્વારા તેમનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે પૂજા બ્ોસનાર દંપતિ દ્વારા ઉપવાસ તથા અન્ય નિયમો પાળવામાં આવે છે. સાક્ષાત માતાજી સ્વરૂપ બાળાઓનું પૂજન બાદ આરતી કરવામાં આવે છે. આજનાં નવમાં નોરતાનાં દિવસે જૈનમ કામદાર નવરાત્રી મહોત્સ્વનાં આંગણે અનેક આગેવાનો ઉપસ્થિત રહયા હતા જેમાં મુખ્ય જોઈએ ધારાસભ્યશ્રી ડો.દર્શિતાબ્ોન શાહ, જાણીતા બલ્ડિર અને દાનવીર દાતાશ્રી જીતુભાઈ બ્ોનાણી, રાજકોટ શહેર ભાજપનાં મહામંત્રીઓ વિરેન્દ્રસિંહ ઝાલા અને ડો.માધવભાઈ દવે, જેએમજે ગ્રુપનાં મયુરધ્વજસિંહ જાડેજા સહીતનાં આગેવાનો ઉપસ્થિત રહયા હતા. આજે સ્પોન્સરો એવા જે.એમ.જે. ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા, રાજુભાઈ છેડા પરિવાર, જનેશભાઈ અજમેરા પરિવાર, જીતુભાઈ બ્ોનાણી પરિવારને વિશેષ સ્મૃતિ ચિન્હ આપી અદકેરું સન્માન કરવામાં આવેલ હતું. આજનાં નવમાં નોરતે રાસોત્સવમાં બ્ોસ્ટ પ્લેયર પ્રિન્સ કેટેગરીમાં પ્રથમ વર્ધન ઘેલાણી, બીજા નંબરે હર્ષ ગાંધી, ત્રિજા નંબર કેવીન મહેતા, જ્યારે પ્રિન્સેસ તરીકે પ્રથમ વિવા કોઠારી, બીજા ક્રમે બંસી ગોસલીયા, બીજાઅને ત્રિજા ક્રમે પ્રીશા જસાણી તેમજ કીડ્સ માં પ્રીન્સ તરીકે પ્રથમ નંબરે મોનીલ મહેતા, બીજા નંબરે જેનીલ ગાંધી, ત્રિજા ક્રમે મંથન અંબાવી અને કીડસ પ્રીન્સેસ તરીકે પ્રથમ ક્રમે સુહાની કોઠારી, બીજા નંબરે સૌમ્યા શેઠ, ત્રિજા નંબરે પ્રિશા મહેતા વિજેતા બન્યા હતા. આજના બ્ોસ્ટ પ્લેયર તરીકે વિજેતા બનેલા સીનીયર તથા જુનિયર પ્રીન્સ અને પ્રિન્સેસ સહીતનાં તમામ વિજેતાઓ આજે રાત્રે યોજાનાર મેગા ફાઈનલ રાઉન્ડમાં નવેય દિવસનાં વિજેતા બનેલા સિનીયર કેટેગરીમાં પ્રિન્સ પ્રિન્સેસ તથા જુનીયર કેટેગરીમાં પ્રિન્સ પ્રિન્સેસ બનેલા વિજેતાઓ સાથે ફાઈનલ રાઉન્ડમાં રમશે.