વિવિધ ક્ષેત્રની મહિલાઓનું અદકેરું સન્માન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જૈન વિઝન અને સિટી ન્યુઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત “શક્તિ વંદના 2025” સમારોહ યોજાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ જૈન વિઝન દ્વારા વિવિધ ક્ષેત્રમાં પોતાની આવડત અને પ્રતિભા થકી સફળતાની ટોચે પહોંચનાર મહિલાઓને મહાનુભાવોના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રમુખ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા, મુખ્ય મેહમાન તરીકે જે.એમ.જે.ગ્રુપના એમ. બી. જાડેજા, રાજકોટ શહેર ભાજપના ઉપ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા, જૈન અગ્રણી સુનિલભાઈ શાહ, સોનમ ક્લોકના દીપાબેન જયેશભાઇ શાહ, સેવાભાવી અને જીવદયા પ્રેમી પદ્માવતીબેન અજીતભાઈ જૈન, સીટી ન્યુઝના જાનકીબેન અનિરુદ્ધ નકુમ સહિત અનેક મહાનુભાવોની પ્રેરક હાજરી રહી હતી.
- Advertisement -
આ કાર્યક્રમમાં સુનીતાબેન જોશી (‘મેરે ઘર રામ આયે હૈ’ ગીત), ચૌલાબેન દોશી (વિઝ્યુઅલ આર્ટિસ્ટ), શ્રદ્ધાબેન વડાલીયા(Mrs. World international winner), સ્નેહલ મોદી(ઈઅ), માનસી લહેરૂ (KBCની આ સીઝનના વિનર), ડો. હિતાબેન મહેતા (લેખિકા), કોમલબા જાડેજા (સફળ પાયલોટ), ભૂમિકાબેન ભૂત (ગુજરાત પોલીસ), નેહાબેન નેહલભાઈ શુક્લ (ગૃહિણી), હિરલબેન વ્યાસ (ઈંઅજ), નિરાલી ઓઝા (બોલીવુડ અભિનેત્રી), પ્રીશા ટાંક (દરિયાની સફર ખેડનાર), નિયતિ નથવાણી (સીટી ન્યુઝ ચેનલ), શીતલ પટેલ (ગુજરાત પોલીસ), સંગીતાબેન શાહ (જૈન અગ્રણી), હેમાબેન કક્કડ (રઘુવંશી મહિલા અગ્રણી), ધ્રુવી વોરા (શૂટિંગ ચેમ્પિયન), નાયબ પંકજ ઉંધાશ (સોશિયલ વર્કર), ધ્રુવી મહેતા (કાર્યક્રમ સંચાલક), ભક્તિ ભટ્ટ (નેલ આર્ટિસ્ટ), ધર્મિષ્ઠાબેન આહીર (બિઝનેસ વુમન) સહિતના તમામને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા જૈન વિઝન મહિલા વિંગના અમીષા બેન દેસાઈ, જલ્પા પતિરા, ભાવના દોશી, મિતલ વોરા, નિરાલી પારેખ, કાજલ દેસાઈ સહિતના બહેનોએ જહેમત ઉઠાવી હતી.