રૂ.11.32 લાખની ચોરીના ગુનામાં 3 આરોપીઓ ઝડપાયા, 4 ફરાર, રૂ.2.18 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલી સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ અમરેલી એલસીબી ટીમે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે. આ ચોરીમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને પોલીસે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા વાહન સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય ચાર આરોપીઓ હજુ ફરાર છે.ગત તા. 9 ઓગસ્ટના રોજ સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં આશિષકુમારસિંહ ચૌહાણના મકાનનો દરવાજો તોડીને ચોરી કરવામાં આવી હતી. આ ચોરીમાં રોકડ ₹41,000 અને ₹10,13,000ના સોના-ચાંદીના દાગીના મળીને કુલ ₹11,32,619ની મત્તાની ચોરી થઈ હતી.અમરેલી એલસીબી પીઆઈ વી.એમ. કોલાદરા અને ઇન્ચાર્જ પીઆઈ આર.ડી. ચૌધરીની રાહબરી હેઠળ પોલીસે આ કેસની તપાસ હાથ ધરી હતી. ઋજક અને ઋઙઇની મદદથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા અને CCTVટ ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા. જેમાં એક ૠઉં-18-અઅ-3559 નંબરની તુફાન ગાડી શંકાસ્પદ જણાતા, ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા.
- Advertisement -
ઝડપાયેલા આરોપીઓ: કુંદન વાલસીંગ ભુરીયા (રહે. કાકડવા, જિ. ધાર, મધ્યપ્રદેશ, હાલ રહે. રાયડી ગામની સીમ, તા. ખાંભા, જિ. અમરેલી), કાલુ ઉર્ફે રાકેશ મેથુભાઈ ભુરીયા , પ્યારસીંગ કુંવરસિંગ બીલવાન (ઉં.વ. 23, રહે. બડી ઉતી, તા. જોબટ, જિ. અલીરાજપુર, મધ્યપ્રદેશ) આરોપીઓએ ચોરીની કબૂલાત આપી છે અને તેમની પાસેથી ₹2,18,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ સામે લાઠી અને અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુના નોંધાયેલા છે. ફરાર અન્ય ચાર આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે, જેમની સામે પણ 15 જેટલા ગુનાઓ નોંધાયા છે.