પહેલીવાર મંગળ ગ્રહથી પૃથ્વી પર સિગ્નલ મોકલવામાં આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
પ્રથમ વખત મંગળ પરથી પૃથ્વી પર સિગ્નલ મોકલવામાં આવ્યું છે. આ સિગ્નલ કોઈ એલિયન દ્વારા નહીં, પરંતુ યુરોપિયન સ્પેસ એજન્સીના ઊડ્ઢજ્ઞખફતિ ઝફિભય ૠફત ઘબિશયિિં (ઝૠઘ) દ્વારા મોકલવામાં આવ્યું હતું.આ સિગ્નલ 24 મેના રોજ રાત્રે 9 વાગ્યે મંગળની ભ્રમણકક્ષામાં ફરતા ઝૠઘ દ્વારા મોકલવામાં આવ્યું હતું, જે 16 મિનિટ પછી પૃથ્વી પર મળ્યું હતું. આ પ્રયોગ ’અ જશલક્ષ શક્ષ જાફભય’ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
આ પ્રોજેક્ટનો હેતુ એ છે કે જો આપણી પૃથ્વી પર કોઈ અન્ય ગ્રહ અથવા બહારની દુનિયાની સંસ્કૃતિ (એલિયન્સ) તરફથી કોઈ સિગ્નલ મોકલવામાં આવે તો આપણે એ પ્રાપ્ત કરી શકીશું કે નહીં. ઝૠઘ તરફથી મોકલવામાં આવેલા સિગ્નલો પશ્ચિમ વર્જિનિયામાં ગ્રીન બેંક ટેલિસ્કોપ, ઇટાલીમાં મેડિસિના રેડિયો એસ્ટ્રોનોમિકલ સ્ટેશન, કેલિફોર્નિયામાં એલન ટેલિસ્કોપ એરે અને ન્યૂ મેક્સિકોમાં વેરી લાર્જ એરે દ્વારા પ્રાપ્ત થયાં હતાં.