55 કલાક બાદ બીબીસીની મુંબઈ ખાતેની ઓફિસમાંથી આવક વેરા વિભાગનો સર્વે પૂર્ણ થયો છે અને 6 કર્મચારીઓએ ઓફીસ બહાર ગયા છે.
બીબીસીની મુંબઈ ખાતે આવેલી ઓફિસમાં આવક વેરા વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે 55 કલાક બાદ પૂર્ણ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આઇટી વિભાગના 6 કર્મચારીઓએ મુંબઈના કાલીનામાં આવેલી બીબીસી ઓફિસમાંથી બહાર નીકળી ગયા છે. તો આવકવેરા વિભાગના અધિકારીઓએ બીબીસીની ઓફિસમાંથી ઘણા દસ્તાવેજો, પેન ડ્રાઈવ અને હાર્ડ ડ્રાઈવ જપ્ત કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
- Advertisement -
10 વર્ષના નાણાકીય લેવડદેવડની માંગ કરાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર આવકવેરા વિભાગની એક ટીમ સિંધિયા હાઉસ ખાતેના મુખ્યાલય માટે રવાના થઈ છે. બીજી તરફ છેલ્લા ત્રણ દિવસથી ચાલતો દિલ્હીની ઓફિસોમાં સર્વે આજે પણ ચાલુ છે. 14 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે અચાનક આઈટી વિભાગની ટીમ બીબીસીની દિલ્હી અને મુંબઈ ઓફિસ ત્રાટકી હતી. જ્યા બીબીસીના સબંધિત વિભાગના જવાબદારો પાસેથી 10 વર્ષના નાણાકીય લેવડદેવડની માંગ કરાઈ હતી.
મોબાઈલમાંથી કોઈપણ ડેટા ડિલીટ ન કરવા પણ સૂચન
- Advertisement -
માંગણી કરવામાં આવી રહી છે. કેટલાક કોમ્પ્યુટર અને ફોન ક્લોન તપાસાયા છે. આ દરમિયાન વિદેશી ભંડોળ અને ટ્રાન્સફરની ચલાસણી કરાઈ હતી. તો બીજી બાજુ વિદેશમાં કરવામાં આવેલા કેટલાક નાણાકીય વ્યવહારો સંબંધિત કાગળોની તપાસ પણ કરાઈ છે. એટલું જ નહીં શિફ્ટ વાઇઝ કામ કરતા કર્મચારીઓને મોબાઈલમાંથી કોઈપણ ડેટા ડિલીટ ન કરવા પણ સૂચન કરાયું છે.
#WATCH दिल्ली: मुंबई और दिल्ली में BBC कार्यालयों पर आयकर विभाग का सर्वेक्षण लगभग 60 घंटों के बाद समाप्त हुआ। सर्वेक्षण खत्म होने के बाद आयकर विभाग के अधिकारी दिल्ली के केजी मार्ग में BBC कार्यालय से बाहर आते हुए दिखाई दिए। pic.twitter.com/wZcs9cT88o
— ANI_HindiNews (@AHindinews) February 16, 2023
રાજકીય વર્તુળોમાં ખળભળાટ
આઈટી વિભાગના સર્વેને પગલે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી. જે તપાસમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ બીબીસીના કેટલાક કર્મચારીઓના ફોન પણ કબ્જે કરી લીધા હતા. તો આ સર્વેને પગલે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.કોંગ્રેસ પાર્ટી આ રેડને બીબીસી ડોક્યુમેન્ટરી વિવાદ સાથે જોઈ રહી છે તો કેટલીક પાર્ટીઓ મોદી સરકારનું બદલો ગણી રહી છે કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું કે આરએસએસની શાખાઓની જેમ ED, CBI, ITની પણ અલગ-અલગ દેશોમાં શાખાઓ બનાવવી જોઈએ. તેઓએ દેશની મજાક ઉડાવી છે. તો મમતા બેનર્જીએ આ કામગીરીને મોદી સરકાર તાનાશાહી ગણાવી હતી.આ સર્વેને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી સામાજિક કાર્યકર મુકેશ કુમાર વતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટને પ્રેસની સ્વતંત્રતાને પગલે આદેશની માંગ ઉઠાવી છે.