ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યની યુનિવર્સિટીઓના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ એક સરકારી યુનિવર્સિટીને ઈંઝ વિભાગની મોટા દંડ સાથેની ટેક્સ ભરવાની આપવામાં આવી છે. રાજ્યની સૌથી મોટી સરકારી ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ ૠઝઞને ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા 50 કરોડ રૂપિયા ભરવા માટેની નોટિસ અપાઈ છે. જો કે યુનિવર્સિટીએ અપીલ કરી છે પરંતુ તેમ છતાં યુનિવર્સિટીએ અપીલની પ્રક્રિયા માટે પણ 5 કરોડ રૂપિયા ભરવા પડ્યા છે. અમદાવાદ સ્થિત ૠઝઞ ટેકનોલોજિકલ યુનિવર્સિટી છે પરંતુ ઈન્કમ ટેક્સ વિભાગ હોય કે એકાઉન્ટ વિભાગ ગંભીર છબરડા બહાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા ૠઝઞને 50 કરોડ રૂપિયાનો ટેક્સ ભરવા માટેની નોટિસ આપવામાં આવી છે.
નાણાકીય વર્ષ 2016-17થી નાણાકીય હિસાબો અંગેના ટેક્સ રીટર્નની પ્રક્રિયામાં યુનિવર્સિટીને ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી મળેલા ઈમેઈલ સમયસર ન જોવામાં આવતા અને આવક-ખર્ચના હિસાબોની ગણતરીમાં ભૂલ થતાં યુનિવર્સિટીને માથે હાલ તો 50 કરોડ રૂપિયાનું મોટું ભારણ આવી પડ્યું છે. યુનિવર્સિટીદ્વારા ઈઅ ફર્મને પણ ઈન્કમટેક્ષ રીટર્ન ભરવા માટેની કામગીરી અપાઈ છે. પરંતુ ઈંઝ વિભાગ દ્વારા ઈઅ ફર્મ અને યુનિવર્સિટીના એકાઉન્ટ વિભાગ બંને જગ્યાએ જતા મેઈલ જોવાયા ન હોવાની ફરિયાદ સામે આવી છે.
- Advertisement -
યુનિવર્સિટીના અધિકારીના જણાવ્યા મુજબ આ સંપૂર્ણ ઘટનામાં ઈઅ ફર્મની ભૂલ હોવાથી ઈઅ ફર્મને લીગલ નોટિસ પણ આપવામાં આવી છે. જ્યારે બીજી બાજુ યુનિવર્સિટી દ્વારા ઈન્કમ ટેક્સની નોટિસ સામે ટ્રીબ્યુનલમાં અપીલ પણ કરવામાં આવી છે. જો કે યુનિવર્સિટીએ અપીલ પ્રક્રિયા માટે પણ હાલ 5 કરોડ રૂપિયા ભરવા પડ્યા છે અને જે યુનિવર્સિટીને ટ્રિબ્યુલનમાંથી રાહત ન મળે તો અગાઉના ટેક્સ પેટે બાકી ચાલી આવતી 2કમ અને દંડ સાથે કુલ મળીને નોટિસ મુજબ 50 કરોડ રૂપિયા ભરવા પડી શકે તેમ છે.