માળીયા હાટીના નજીક ત્રણ સિંહોના મોતનો ભેદ ઉકેલાયો
પાતરા ગામના ખેડૂત અજીત ડોડીયાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ખોરાસા નજીક કાલિન્દ્રી નદી માંથી ગત 16 જુલાઈના રોજ ત્રણ સિંહોના મૃતદેહ મળી આવ્યા હતા જેમાં એક સિંહણ અને બે બચ્ચાના મૃતદેહ મળી આવતા વન વિભાગે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો અને તપાસ અંતે સિંહોને મોતને ઘાટ ઉતારનાર આરોપી વન વિભાગે ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળના સીસીએફ આરાધના સાહુએ જણાવ્યું હતું કે, ખોરાસા નજીક ગત તા. 16 જુલાઈના કાલિન્દ્રી નદી નજીકથી એક સિંહણ અને બે બચ્ચાના મૃતદેહ પાણી માંથી મળી આવ્યા હતા ત્યાર બાદ વેન વિભાગ સતત સિંહોના મોત મામલે સઘન તપાસ શરૂ કરી હતી ત્યારે પણ આ બનાવ અંગે વન વિભાગને કોઈ કડી મળતી ન હતી અને સિંહોના મૃતદેહ પીએમ રિપોર્ટ બાદ વીજ કરંટથી મોત થયાનું સામે આવ્યું હતું ત્યારે ગત 15 ઓગસ્ટના પોલીસ તંત્ર સાથે વિજતંત્ર અને પીજીવીસીએલ દ્વારા 600 જેટલા ખેતરોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસના ચેકિંગ દરમિયાન ચોક્કસ કડી મળી આવી હતી જેમાં માળીયા હાટીના પાતરા ગામના ખેડૂત અજીત ડોડીયાએ તેના ખેતરમાં વીજ શોક મૂક્યો હતો આરોપી અજીત ડોડીયાએ ખેતરમાં વાવેલ મગફળીના પાક રક્ષણ વીજ કરંટ માટે મૂક્યો હતો અને આરોપીના ખેતરમાંથી જે વીજતારથી સિંહના મોત થયા હતા તે તાર અને લોહીના ડાઘ મળી આવ્યા ત્યારે વન વિભાગે અજીત ડોડીયાને ઝડપી માળીયા કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ બાદ જેલ હવાલે કરાયો હતો આમ વન વિભાગે ત્રણ સિંહના મોત મામલે સમગ્ર બનાવના મૂળ સુધી પોહચી અંતે વીજ કરંટથી સિંહોના મોતના આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી.