યાત્રા કરનારા પોતાને અંતરિક્ષ યાત્રી કહી શકશે: 15 મિનિટના 6 કરોડ રૂપિયા!
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાથી લઈને ચીન, જાપાન, ભારત સ્પેસ ટૂરિઝમની દિશામાં ઝડપથી કામ કરી રહ્યા છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના અધિકારીએ કહ્યું કે 2030 સુધી અંતરિક્ષની મુસાફરી કરી શકાય છે. આ માટે 6 કરોડ રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચ કરવા પડશે. ઈસરો ચીફ એસ સોમનાથને કહ્યું કે અંતરિક્ષની યાત્રા માટે પ્રતિ વ્યક્તિનો ખર્ચ લગભગ 6 કરોડ રૂપિયા થવાની શક્યતા છે. ભારતે પોતાના માટે અંતરિક્ષ ટૂરિઝમ મોડ્યુલને લઈને કામ ચાલુ કર્યું છે જે સુરક્ષિત છે. સોમનાથને કહ્યું કે યાત્રા કરનારા લોકો પોતાને અંતરિક્ષ યાત્રી કહી શકશે.
- Advertisement -
હાલમાં સોમનાથને એ સ્પષ્ટ કર્યું નથી કે અંતરિક્ષ પર્યટન સબ-ઓર્બિટલ કે ઓર્બિટલ હશે. આ સમયે યાત્રીઓમાં અંતરિક્ષના કિનારે લગભગ 15 મિનિટનો સમય વીતાવવા મળશે. કેન્દ્રીય રાજ્યમંત્રી વિજ્ઞાન અને ટેક્નોલોજી, પરમાણુ ઉર્જા અને અંતરિક્ષ, ડો. જિતેન્દ્ર સિંહે ફેબ્રુઆરીમાં કહ્યું કે ઈસરોએ ભારતના સબ ઓર્બિટલ અંતરિક્ષ પર્યટનને માટે વ્યવહાર્યતાની તપાસ શરૂ કરી છે.