ઇઝરાયલનો હમાસના એરફોર્સ ચીફ ઇસમ અબુ રુકબેહની હત્યા કરવાનો દાવો
હમાસના એરફોર્સ ચીફે જ 7 ઓક્ટોબરે ડ્રોન-પેરાગ્લાઈડિંગ હુમલાઓ કરાવ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 22મો દિવસ છે. આ દરમિયાન ઇઝરાયલ આર્મી (ઈંઉઋ) એ દાવો કર્યો છે કે તેમણે હમાસ એરફોર્સના વડા ઇસમ અબુ રુકબેહને મારી નાખ્યો છે. ઈંઉઋ અનુસાર, 7 ઓક્ટોબરે ઇઝરાયલમાં પેરાગ્લાઇડિંગ હુમલા માટે રૂકબેહ જવાબદાર હતો. બીજી તરફ, શુક્રવારે સતત ત્રીજા દિવસે, તેઓ ટેન્ક સાથે ગાઝા પટ્ટીમાં પ્રવેશ્ર્યા અને હમાસના સ્થાનોને નિશાન બનાવ્યા. ઈંઉઋએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન તેમના સૈનિકોએ હમાસના આતંકીઓનું પણ એન્કાઉન્ટર કર્યું હતું. ટેન્ક સાથેના ઘણા ઇઝરાયલ સૈનિકો હજુ પણ એક ઓપરેશનના ભાગરૂપે ગાઝામાં હાજર છે.
ઈંઉઋએ કહ્યું છે કે તેઓ ગાઝામાં જમીની હુમલાઓ વધારી રહ્યા છે. હવાઈ હુમલા દરમિયાન પણ હમાસના અંડરગ્રાઉન્ડ ઠેકાણાઓને ખાસ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શુક્રવારે રાત્રે હમાસના આવા 150 ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે ગાઝા વિસ્તારમાં સંદેશાવ્યવહાર ખોરવાઈ ગયો છે અને ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. દુનિયામાંથી લગભગ 23 લાખ લોકો કપાઈ ગયા છે.