તૂર્કીયેના રાષ્ટ્રપતિ એર્દોગાનનો દાવો
ખાસ-ખબર સંવાદદાતા
તૂર્કીયેના રાષ્ટ્રપતિ એર્દોગાનનું કહેવું છે કે આઈએસઆઈએસનો શંકાસ્પદ પ્રમુખ અબુ હુસૈન અલ-કુરેશી સીરિયામાં માર્યો ગયો છે. તેમણે કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે આ અંગે મેં ખુદ જાહેરાત કરી છે. તેને ગઈકાલે ખઈંઝ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં ઠાર મરાયો હતો. તેમણે વધુમાં કહ્યું કે તૂર્કીયે કોઈપણ ભેદભાવ વિના આતંકવાદી સંગઠનો સામે તેની લડાઈ ચાલુ રાખશે. એક અહેવાલ અનુસાર 2013માં તૂર્કીયે દાએશ/ ઈંજઈંજને આતંકવાદી સંગઠન જાહેર કરનારા પ્રથમ દેશોમાંનો એક હતો. ત્યારથી દેશમાં આતંકવાદી જૂથ દ્વારા ઘણી વખત હુમલા કરવામાં આવ્યા છે, જેમાં ઓછામાં ઓછા 10 આત્મઘાતી બોમ્બ વિસ્ફોટો, સાત બોમ્બ હુમલા અને ચાર સશસ્ત્ર હુમલાઓમાં 300 થી વધુ લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.